January 7, 2025

ઈઝરાયેલે ફરી ગાઝાને નિશાન બનાવ્યું, 24 કલાકમાં 59 લોકોના મોત

Israel: ઈઝરાયેલે ફરી એકવાર ગાઝાને નિશાન બનાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 59 લોકોના મોત થઈ ગયા છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે કતારમાં યુદ્ધવિરામ મંત્રણા માટે નવા પ્રયાસો થઈ રહ્યા છે.

આ પણ વાંચો:અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની કરી આગાહી, જાણી લો ક્યારે ઠંડીનું જોર વધશે

24 કલાકમાં 59 લોકોના મોત
ગાઝાના આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે 24 કલાકમાં થયેલા હુમલામાં 59 લોકો માર્યા ગયા છે અને 270 થી વધુ ઘાયલ થયા છે. 15 મહિનાની લડાઈ બાદ યુદ્ધવિરામ માટે કતારની રાજધાની દોહામાં ચાલી રહેલી પરોક્ષ વાટાઘાટો અંગે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે મહત્વની વાત તો એ છે કે ઈઝરાયેલે ફરી એકવાર ગાઝાને નિશાન બનાવ્યું છે.