Israel Hamas War: IDFએ એરસ્ટ્રાઈકમાં હમાસના ટોચના આતંકવાદી હાતમ રઝાકને ઠાર માર્યો

Israel Hamas War: ઇઝરાયલી સેનાને ગાઝામાં વધુ એક મોટી સફળતા મળી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એરસ્ટ્રાઈકમાં હમાસના ટોચના આતંકવાદી હાતમ રઝાક અબ્દુલ-કરીમ શેખ ખલીને મારી નાખ્યો છે. IDF એ X પર એક પોસ્ટ દ્વારા માહિતી માહિતી આપતા લખ્યું, માર્યા ગયેલા આતંકવાદી હાતમ રઝાક હમાસની શેજૈયા બટાલિયનનો કમાન્ડર હતો. આ સાથે આ હુમલામાં ઘણા અન્ય આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે, હાતમ રઝાક અબ્દ અલ-કરીમ ગાઝા સિટીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર ચોક્કસ હુમલામાં માર્યા ગયા હતા અને અન્ય હમાસ આતંકવાદીઓને પણ ઠાર કર્યાં હતા. સેનાએ કહ્યું કે હુમલા પહેલા, નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં ચોક્કસ સ્થાનો પર દારૂગોળો હુમલો, હવાઈ દેખરેખ અને વધારાની ગુપ્ત માહિતીનો સમાવેશ થાય છે. ઇઝરાયલે કહ્યું કે અમે અમારા દેશની રક્ષા માટે હમાસ સામે આ યુદ્ધ લડતા રહીશું.