November 22, 2024

ઈશાન કિશનને મળી સુવર્ણ તક, અચાનક મળી કેપ્ટનશિપની મોટી જવાબદારી

Ishan Kishan Captain: ઈશાન કિશન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. જોકે તેને ઘરેલુ ક્રિકેટમાં રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે ઓનલી આઈપીએલમાં જ રમ્યો હતો. હવે ઈશાનનો મૂડ બદલાય ગયો હોય તેવું જોવા મળ્યું છે. કારણ કે ઈશાને ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું નક્કી કરી લીધું છે. તે બુચી બાબુ ટ્રોફીમાં ઝારખંડની ટીમની કેપ્ટનશીપ કરશે. તમને જણાવી દઈએ કે બુચી બાબુ ટ્રોફી 15 ઓગસ્ટથી તે અગાઉ અંડર-19માં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. તે ચેન્નાઈમાં ઝારખંડની ટીમ સાથે જોડાશે.

ઈશાન કિશન ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરશે
ESPNcricinfoના રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, ઈશાન કિશને ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને ઘરેલુ ક્રિકેટમાં પુનરાગમન કરવાના ઈરાદા વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી. આ નિર્ણયની સાથે તેની રણજી ટ્રોફી 2024-25 સિઝનમાં રમવાની તક પણ વધી ગઈ છે. તેણે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. આ પછી તે ઘરેલુ સિઝનથી દૂર રહ્યો હતો હવે તે ફરી વાપસી કરશે.

આ પણ વાંચો: ત્રણ લેફ્ટીઝનાં નામે સૌથી વધુ રનનો રોકોર્ડ, એક ખેલાડીએ તો કપ જીતાડ્યો!

ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ઈશાન કિશનની રેડ બોલ ક્રિકેટમાં વાપસી એવા સમયે થઈ છે જ્યારે ટીમ ઈન્ડિયાએ આગામી મહિનાઓમાં ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની ત્રણ ટીમો સામે કુલ 10 ટેસ્ટ મેચ રમવાની છે. જો તે આગામી ડોમેસ્ટિક સિઝનમાં સારું પ્રદર્શન કરશે તો તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અત્યાર સુધી તે ટીમ ઈન્ડિયા માટે માત્ર બે ટેસ્ટ મેચ રમી શક્યો છે.