September 20, 2024

કચ્છના ઇશાન હિંગોરાણીએ કેલિફોર્નિયામાં ICC JOOLA ટેબલ ટેનિસમાં બે ટાઇટલ જીત્યા

ગાંધીધામ: કેલિફોર્નિયાની મિલપિટાસના ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલી ICC JOOLA ફોલ ટેબલ ટેનિસ ઓપન-2024 ટુર્નામેન્ટમાં કચ્છના ઇશાન હિંગોરાણીએ બે ટાઇટલ જીત્યા હતા. આ ઇવેન્ટ 24 અને 25મી ઓગસ્ટે યોજાઈ હતી.

ઇશાન હિંગોરાણીએ U-2500 અને U-2650 કેટેગરીમાં ટાઇટલ જીત્યા હતા. U-250ની ફાઇનલમાં ઇશાન (2498)એ જાપાનના સુચિયા ટકાટોને 3-0 (11-5,11-9,11-5)થી સીધા સેટમાં હરાવ્યો હતો, જ્યારે U-2650 કેટેગરીમાં તેણે ભારતના ભૂતપૂર્વ યૂશ નેશનલ ચેમ્પિયન પૂઇયા લાલરિનને પાંચ ગેમની નિર્ણાયક ગેમમાં 3-2 (11-2, 8-11, 11-6, 9-11, 13-11)થી હરાવ્યો હતો. અગાઉ આ જ કેટેગરીની સેમિફાઇનલમાં ઇશાને અમેરિકાના વેદ શેઠ (2575)ને 3-1 (11-9,11-4,8-11,11-5)થી હરાવ્યો હતો.

ગુજરાતમાં યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ઇશાન હિંગોરાણીએ મેન્સ ટીમ માટે ગોલ્ડ અને મેન્સ ડબલ્સમા માનુષ શાહ સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પરિણામોઃ

  • U-2650: ક્વાર્ટર ફાઇનલમાં સુચિયા ટકાટોને 3-1 (10-12, 11-7, 11-6, 11-4)થી અને સેમિફાઇનલમાં વેદ શેઠને 3-1 (11-9,11-4,8-11,11-5)થી હરાવ્યો.
  • U-2500: ક્વાર્ટર ફાઇનલમાં ઓકામોટો ક્ષુરિના (જાપાન)ને 3-0 (11-6, 11-6, 11-7)થી અને સેમિફાઇનલમાં ભારતના પૂઇયા લાલરિનને 3-0 (11-5, 11-5, 11-6)થી હરાવ્યો.