September 18, 2024

શું તમારા ઘરમાં અમુક જગ્યાએ મોબાઈલમાં સિગ્નલ નથી આવતું? તો આ જુગાડ આવશે કામ

Technology News: આજના સમયમાં મોબાઈલ સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. તેથી તે એક મોટી સમસ્યા બની જાય છે જ્યારે તે નબળા સિગ્નલ અને નબળા રિસેપ્શનને કારણે સમસ્યા ઊભી થાય. જો નેટવર્ક યોગ્ય રીતે કામ કરે તો આપણે ફોન પર થતી વાતને સમજી શકતા નથી અથવા કોલ ડ્રોપ થતો રહે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઘણી વખત ઘરમાં યોગ્ય રીતે નેટવર્ક નથી હોતું. ખાસ કરીને ઘરના કેટલાંક ભાગોમાં નેટવર્ક ખૂબ જ ખરાબ આવે છે. તો ચાલો જાણીએ કે કયા કારણોસર મોબાઈલમાં આવતી આ સમસ્યાને ઠીક કરી શકાય?

શ્રેષ્ઠ નેટવર્ક કનેક્ટિવિટી
જો ફોનમાં નેટવર્ક કોઈ એક રૂમમાં નથી આવી રહ્યું તો ઘરમાં બીજી જગ્યાએ જઈને ચેક કરતાં રહો. ઘણીવાર એવું બની શકે કે ઘરના કોઈ એક ઓરડામાં કે ખુણામાં નેટવર્કની તકલીફ વધારે હોય. એવામાં હોલ અથવા કોઈ વધારે સ્પેસવાળા રૂમમાં પ્રયત્ન કરો. એવું કહેવાય છે કે જો તમે ખૂબ ઊંચા ફ્લોર પર રહેતા હોવ તો પણ આ સમસ્યા ઊભી થઈ શકે છે. તેથી જો તમે ફ્લેટ બદલી શકો છો, તો પછી 2 અથવા 3 માળથી ઉપર ન જવાનો પ્રયાસ કરો. અહીં નેટવર્ક કનેક્ટિવિટી શ્રેષ્ઠ હોય અપેક્ષા હોય છે.

આ પણ વાંચો: 10 વર્ષ જૂના આધાર કાર્ડ ધરાવતા લોકો માટે મહત્ત્વપૂર્ણ જાણકારી

ફોનમાં નેટવર્ક ન મળવાનું આ પણ કારણ હોઈ શકે છે, બની શકે છે કે તમે 2G અથવા 3G નો ઉપયોગ કરી રહ્યાં છો. તેથી ફોનના સેટિંગ્સમાં ચેક કરી લો કે, તમારો ફોન 4G અથવા 5G પર કામ કરી રહ્યો છે, કારણકે આવું થઈ શકે છે કે, ઓછા બેન્ડના કારણે તમારા ફોનને સારો સપોર્ટ ન મળી રહ્યો હોય, જેના કારણે નેટવર્ક બરાબર નથી આવતું.

સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે, પરંતુ એક કાચનો ગ્લાસ પણ નેટવર્કની સમસ્યા ઠીક કરી શકે છે. જો તમે એવી જગ્યાએ ફસાઈ જાવ છો જ્યાં તમારા ફોનમાં સિગ્નલ લગભગ ન બરાબર છે, તો અમે તમને કાચના ગ્લાસનો ઉપયોગ કરવાની સલાહ આપીશું. બસ પોતાના ફોનને ગ્લાસમાં રાખો જેનાથી તમારા ફોનમાં સિગ્નલ મળવાનું શરૂ થશે.

નેટવર્ક બૂસ્ટર આવશે કામ
જો કંઈ કામ નથી કરતું તો આખરે તમે ઘર પર સિગ્નલ બૂસ્ટર લગાવી શકો છો. તેને નેટવર્ક બૂસ્ટર પણ કહેવામાં આવે છે. તેને ઓનલાઈન અથવા બજારથી સરળતાથી ખરીદી શકાય છે. જોકે, તેના માટે તમારે ઓછામાં ઓછા 2,000 રૂપિયા ખર્ચ કરવા પડશે.