December 26, 2024

નેતન્યાહૂને ઇરાનના હુમલાની ખબર પડી ‘ને મોટા નરસંહારનું કાવતરું નિષ્ફળ!

નવી દિલ્હીઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાને ઈઝરાયલ પર 200 મિસાઈલો છોડી છે. મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક અને હાઈપરસોનિક મિસાઈલોનો વરસાદ કર્યો હતો. ઈરાનનો દાવો છે કે, 90 ટકા મિસાઈલો લક્ષ્ય સુધી પહોંચી ગઈ છે.

ઈઝરાયલે કહ્યું છે કે, યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવામાં આવશે. ઈરાનની 200 મિસાઈલોથી ઈઝરાયલમાં કેટલો વિનાશ થયો તેની વિગતો હજુ જાણવા મળી નથી. પરંતુ જે પ્રકારના દાવાઓ સામે આવ્યા છે તેના પરથી એવું લાગતું નથી કે, કોઈ મોટા જાન-માલનું નુકસાન થયું હશે. આનું સૌથી મોટું કારણ એ છે કે, ઈઝરાયલને ઈરાનના હુમલાની પહેલેથી જ જાણ હતી. નેતન્યાહુ સમજી ગયા હતા કે ઈરાન બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કરશે. આ કારણે ઈઝરાયલે કેટલાક સાવચેતીનાં પગલાં લીધાં હતાં.

ઇઝરાયલે તૈયારીઓ કરી હતી
મોટા પાયે ઇરાને બેલેસ્ટિક અને હાઇપરસોનિક મિસાઇલોથી ઇઝરાયલ પર હુમલો કર્યો હતો તેના પરિણામે નરસંહાર થયો હોત. ઈઝરાયલમાં મોટી તબાહી થઈ હોત, પરંતુ હજુ સુધી આવી કોઈ માહિતી નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે, ઈઝરાયલને હુમલાની પહેલાથી જ જાણ હતી. ઈરાને મંગળવારે રાત્રે મિસાઈલથી હુમલો કર્યો હતો. પરંતુ ઈઝરાયલને તેની જાણ બપોરે જ થઈ ગઈ હતી. તે ઈરાની હુમલાનો સામનો કરવામાં અને લોકોને બચાવવામાં વ્યસ્ત હતા.

આ કારણોસર મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે ઇઝરાયલે સમગ્ર દેશમાં કેટલાક નિયંત્રણો લાદ્યા હતા. જેથી લોકો સાવચેત અને સુરક્ષિત રહે. ઈઝરાયલે કોઈપણ મેળાવડા અને કાર્યક્રમો પર પ્રતિબંધ લાદ્યો હતો. કાર્મેલ, વાડી આરા, મેનાશે, સમરિયા, શેરોન, ડેન, યાર્કોન, શેફલા, જેરુસલેમ અને શેફેલામાં વધારાના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. ઈરાન દ્વારા સંભવિત હુમલાઓને ધ્યાનમાં રાખીને ઈઝરાયલે કેટલાક મહત્વપૂર્ણ સાવચેતીના પગલાં લીધા હતા. ઉદાહરણ તરીકે-

  • શૈક્ષણિક પ્રવૃતિઓ એવા સ્થળે થશે જ્યાં ઈઝરાયેલના નાગરિકો એલર્ટના કિસ્સામાં સલામત સ્થળે પહોંચી શકે.
  • ખુલ્લા વિસ્તારોમાં વધુમાં વધુ 30 લોકો અને બંધ વિસ્તારોમાં વધુમાં વધુ 300 લોકો સાથે ઉજવણી અથવા કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે.
  • કાર્યસ્થળ એક ઇમારત અથવા એવી જગ્યા હશે જ્યાં તમે ચેતવણીના કિસ્સામાં સલામત સ્થળે પહોંચી શકો.

ઈઝરાયલે પહેલાથી જ બેઠક બોલાવી હતી
ઈરાન હુમલો કરશે તેથી ઈઝરાયલને પૂરી તૈયારી હતી. ઈરાનના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને મંગળવારે હુમલા પહેલા જ ઈઝરાયલમાં સુરક્ષા કેબિનેટની અચાનક બેઠક બોલાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાન કોઈપણ સમયે હુમલો કરી શકે છે. ઈઝરાયલને ખબર પડી ગઈ હતી કે ઈરાન બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મિસાઈલો એટલી ખતરનાક છે કે લોન્ચ થયાના 12 મિનિટમાં જ ઈઝરાયલ પહોંચી શકે છે. અમેરિકાએ પણ અગાઉ ઇનપુટ આપ્યા હતા.

ઈઝરાયેલની શંકા સાચી સાબિત થઈ
આમ ઈઝરાયલને જે ડર હતો તે જ થયું. રાત પડતાની સાથે જ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોનો વરસાદ કર્યો. ઈરાને 200 બેલેસ્ટિક-હાયપરસોનિક મિસાઈલો વડે ઈઝરાયેલને નિશાન બનાવ્યું હતું. જો કે, ઈઝરાયલનો દાવો છે કે તેણે ઈરાનની મોટાભાગની મિસાઈલોનો નાશ કર્યો છે. અમેરિકાએ પણ આમાં ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. ઈરાનના હુમલા બાદ નેતન્યાહુએ કેબિનેટની બેઠકમાં ગર્જના કરી અને ઈરાનને ગંભીર પરિણામોની ધમકી આપી.