IPL 2025: આ બંને ટીમ એક જ નાવડીમાં, પ્લેઓફમાં સ્થાન મેળવવું હવે મુશ્કેલ

IPL Playoffs: આઈપીએલની આ સિઝનમાં 2 ટીમ એવી છે જેનું સતત ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સતત હારના કારણે આ ટીમોની હાલાત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. જોકે આ બંને ટીમ ટોપ 4ની રેસમાંથી બહાર થઈ નથી. પરંતુ સતત હારના કારણે તેમના માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.
આ પણ વાંચો: IPL 2025: જીત્યા બાદ પણ BCCIએ દિલ્હી કેપિટલ્સના આ સભ્ય પર લગાવ્યો મોટો દંડ
CSK અને RR સાતમાંથી ફક્ત બે મેચ જીતી
ધોનીની કમાન હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સંજુ સેમસનના નેતૃત્વવાળી રાજસ્થાન રોયલ્સની સ્થિતિ લગભગ સમાન જોવા મળી રહી છે. આ બંને ટીમનોનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. બંને ટીમે અત્યાર સુધીમાં 7- 7 મેચ રમી છે. પંરતુ તેમાંથી ઓનલી 2 મેચ જીતવામાં બંને ટીમ સફળ રહી છે. રાજસ્થાન રોયલ્સ હાલમાં સારા નેટ રન રેટના આધારે પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને છે. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનો NRR ખૂબ જ ખરાબ છે અને તેથી તે દસમાં ક્રમે સંઘર્ષ કરી રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સના પણ ચાર-ચાર પોઇન્ટ છે. પરંતુ આ બંને ટીમે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. બંને ટીમે 1 હજૂ મેચ રમશે ત્યારે પોઈન્ટ ટેબલમાં સુધારો થવાની શક્યતાઓ છે.