IPLની ટીમોના આ કપ્તાનો છે હજુ સિંગલ, ગિલ સહિત આ ખેલાડીઓને મળ્યો નથી જીવનસાથી

IPL Captains Who are Unmarried: આઈપીએલની આ સિઝનમાં ઘણા કેપ્ટનની ટીમ બદલાઈ ગઈ છે. પંત લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન તો રજત પાટીદાર RCBની કપ્તાની સોંપી છે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન બદલાયા ગયા છે. હાલ સિઝનમાં મોટાભાગના કેપ્ટન પરિણીત છે. IPL 2025ના એવો કેપ્ટન વિશે વાત કરીશું કે જેમના મેરેજ હજૂ થયા નથી. આવો જાણીએ.
આ પણ વાંચો: CSK vs DC: KL રાહુલે હાંસલ કરી મોટી સિદ્ધિ,રોહિત-કોહલીના ખાસ ક્લબમાં કર્યો પ્રવેશ
પંત અને ઐય્યરને જીવનસાથી મળ્યો નથી
લખનૌ સુપર જાયન્ટ્સે પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંતનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાયું હતું. આ ભારતીય વિકેટકીપર બેટ્સમેનનું નામ ઈશા નેગી સાથે જોડાયું છે. એક અહેવાલ પ્રમાણે પંત અને ઈશા વર્ષ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હજૂ તેના મેરેજ થયા નથી. ઐયરનું નામ ત્રિશા કુલકર્ણી સાથે ઘણી વખત જોડાયું છે. પરંતુ તેમના સંબધોને લઈને કોઈ પુષ્ટિ થઈ નથી. શુભમન ગિલે પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. સારા અલી ખાન, સારા તેંડુલકર, રિધિમા પંડિત અને સોનમ બાજવા સાથે પણ જોડાયું છે. પરંતુ હજૂ સુધી તેના મેરેજ થયા નથી.