IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર, ફાઇલન મેચની તારીખ બદલાઈ; જાણો મેચ ક્યાં યોજાશે

IPL 2025 new schedule: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવને કારણે IPL 2025ને રોકી દેવામાં આવી હતી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો. આ પછી, IPL ગવર્નિંગ કાઉન્સિલે IPL 2025નું નવું શેડ્યૂલ બહાર પાડ્યું છે, જેમાં લીગની બાકીની 13 મેચો અને પ્લેઓફની ચાર મેચોનો સમાવેશ થાય છે.
🗓️ #TATAIPL 2025 action is all set to resume on 17th May 🙌
The remaining League-Stage matches will be played across 6⃣ venues 🏟️
The highly anticipated Final will take place on 3rd June 🏆
Details 🔽https://t.co/MEaJlP40Um pic.twitter.com/c1Fb1ZSGr2
— IndianPremierLeague (@IPL) May 12, 2025
17 મેના રોજ RCB અને KKR વચ્ચે મેચ રમાશે
IPL 2025ના નવા શેડ્યૂલ બાદ હવે પહેલી મેચ RCB અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 17મી મેના રોજ કોલકાતાના મેદાન પર રમાવાની છે. લીગ સ્ટેજની છેલ્લી મેચ 27 મેના રોજ રમાશે, જે લખનૌ સુપર જાયન્ટ્સ અને આરસીબી વચ્ચે રમાશે.ફાઇનલ મેચ 3 જૂનના રોજ રમાશે.