IPL 2025: ઓરેન્જ-પર્પલ કેપની રેસમાં કોણ છે આગળ?

IPL 2025માં બધી ટીમનું ખાસ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઓરેન્જ અને પર્પલ કેપને લઈને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે પર્પલ કેપ અને ઓરેન્જ કેપમાં ક્યો ખેલાડી છે આગળ.

આ પણ વાંચો: Realme Narzo 80 સિરીઝમાં બે 5G સ્માર્ટફોન લોન્ચ, જાણી લો જાણકારી

આ ખેલાડીઓ પ્રથમ
પર્પલ કેપ CSK ખેલાડી નૂર અહેમદનું નામ મોખરે છે. તેણે 5 મેચમાં 11 વિકેટ લીધી છે. હાલ સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ અને હાર્દિક પંડ્યા સાથે તેની હરિફાઈ ચાલી રહી છે. તેમાંથી કોઈ પણ ખેલાડી પ્રથમ સ્થાને પહોંચી શકે છે. ઓરેન્જ કેપની વાત કરવામાં આવે તો હજૂ પણ નિકોલસ પૂરન આગળ છે. તેણે 5 મેચમાં 288 રન બનાવ્યા છે. તેના પછી સાઈ સુદર્શન આવે છે. તેણે 5 મેચમાં 273 રન બનાવ્યા છે. આ ઉપરાંત, મિશેલ માર્શ 265 રન, જોસ બટલર 202 રન અને સૂર્યકુમાર યાદવ 199 રન બનાવ્યા છે. આ ખેલાડીઓ પૂરનનું સ્થાન લેવા માટે સખત સ્પર્ધા કરી રહ્યા છે.