IPL 2025: ઓરેન્જ કેપની રેસમાં કોણ આગળ? આ CSK ખેલાડી પાસે છે પર્પલ કેપ

IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સે ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવીને પોતાની બીજી જીત નોંધાવી લીધી છે. રઘુવંશીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં સફળ રહ્યો હતો. તેણે 32 બોલમાં 50 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ મેચ પછી, ઓરેન્જ અને પર્પલ કેપ્સમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.
આ પણ વાંચો: નિરજ ચોપરા 374 દિવસ પછી ભારતમાં રમશે, તારીખ નોંધી લો
આ ખેલાડીઓ આગળ
ઓરેન્જ કેપની વાત કરવામાં આવે ત્યારે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં લખનૌ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરન ટોચ પર છે. તેણે ત્રણ મેચમાં 189 રન બનાવ્યા છે. બીજા નંબરમાં સાઇ સુદર્શન છેય ત્રીજા સ્થાન પર જોસ બટલર છે. પર્પલ કેપની, જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સનો નૂર અહેમદ નવ વિકેટ સાથે આગળ છે. બીજા નંબરે દિલ્હી કેપિટલ્સનો મિશેલ સ્ટાર્ક છે. આ યાદીમાં ત્રીજા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સનો વરુણ ચક્રવર્તી છે, જેણે ચાર મેચમાં છ વિકેટ લીધી છે.