IPL 2025: વિરાટ કોહલીએ છીનવી ઓરેન્જ કેપ, દાવેદારોની યાદી બદલાઇ ગઇ

IPL 2025માં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. દિલ્હી સામેની મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. વિરાટની ઇનિંગને કારણે RCBએ આ સિઝનમાં સાતમી જીત પ્રાપ્ત કરી છે.
આ પણ વાંચો: 10 લાખ લોકોને મળશે AIની તાલીમ, આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય
સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં પોતાની સાતમી અડધી સદી ફટકારી હતી. આવું કરતાની સાથે તે ઓરેન્જ કેપમાં તેનો હકદાર થઈ ગયો છે. કોહલી 10 મેચમાં 443 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. લખનૌ સામે અડધી સદી ફટકાર્યા બાદ સૂર્યકુમારે સાઈ સુદર્શનના શાસનનો અંત લાવ્યો અને ઓરેન્જ કેપ જીતી હતી. કોહલીએ ફિફ્ટી ફટકાર્યા બાદ સૂર્યા પાસેથી ઓરેન્જ કેપ જતી રહી છે.