આવતા વર્ષે IPLમાં નહીં જોવા મળે વૈભવ સૂર્યવંશી: વીરેન્દ્ર સેહવાગ

Vaibhav Suryavanshi: રાજસ્થાનની ટીમનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. રાજસ્થાન રોયલ્સની આ સતત 7મી હાર હતી. રાજસ્થાન રોયલ્સ પાસે 9 મેચમાં બે જીત સાથે ફક્ત 4 પોઈન્ટ છે અને હવે તેમના માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી વિશે વીરેન્દ્ર સેહવાગે નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: RCB સામે હાર બાદ ગમમાં પડ્યા રાજસ્થાનના CEO? દારૂની દુકાન તરફ ગયાનો વીડિયો વાયરલ
સેહવાગે વૈભવને આપી મહત્વની સલાહ
વીરેન્દ્ર સેહવાગે વૈભવ સૂર્યવંશી વિશે નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું કે, વૈભવે 20 વર્ષ સુધી IPL રમવાનું લક્ષ્ય રાખવું જોઈએ. સેહવાગે કહ્યું કે જો વૈભવ ખુશ છે કે તે હવે કરોડપતિ છે અને તેનું ડેબ્યૂ શાનદાર રહ્યું છે. એમ છતાં બની શકે કે ચાહકો તેને આવતા વર્ષના IPLમાં જોઈ ના શકે. સેહવાગે કહ્યું કે તેમણે એવા ખેલાડીઓ જોયા છે જેમણે એક કે બે મેચમાં સારું પ્રદર્શન કર્યા પછી કંઈ કર્યું નહીં.વૈભવ સૂર્યવંશીએ 20 વર્ષ સુધી IPLમાં રમવાનું લક્ષ્ય રાખવું જોઈએ. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેણે 19 વર્ષની ઉંમરે રમવાનું શરું કર્યું હતું. હાલ તે આઈપીએલની 18 સિઝન રમી ચૂક્યો છે.