શ્રેયસ ઐયરની બહેને ટ્રોલ્સને આપ્યો જોરદાર જવાબ, જાણો સમગ્ર મામલો

Shreyas Iyer: આઈપીએલની 37મી મેચમાં પંજાબની ટીમ અને બેંગ્લોરની ટીમ આમને સામને આવી હતી. આ મેચમાં બેંગ્લોરે પંજાબની ટીમને હાર આપી હતી. વિરાટનું પ્રદર્શન આ મેચમાં શાનદાર જોવા મળ્યું હતું અને આ મેચ 7 વિકેટથી જીત થઈ હતી. પંરતુ આ મેચમાં શ્રેયસ ઐયરની બહેન શ્રેષ્ઠા ઐયરને ટ્રોલ કરવામાં આવી હતી. આ પછી ઐયરની બહેને હવે ટ્રોલર્સને ચૂપ કરી દીધા છે.

આ પણ વાંચો: ક્રિકેટર અમિત મિશ્રા કોણ છે જેની પત્નીએ દહેજ અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે?

શ્રેષ્ઠા ઐયરે શું કહ્યું
શ્રેષ્ઠા ઐયરે લખ્યું કે, ખરેખર દુઃખદ છે કે કેટલાક લોકો ટીમને ટેકો આપવા માટે પરિવારને દોષ આપવાની હદ સુધી જાય છે. ભલે આપણે મેદાન પર હાજર હોઈએ કે દૂરથી ચીયરિંગ કરી રહ્યા હોઈએ, અમારો ટેકો હંમેશા ટીમ સાથે હોય છે. હું ઘણી વખત સ્ટેડિયમમાં હાજર રહી છું. ભારતની અને અન્ય દેશોની મેચોમાં – અને મોટાભાગના પ્રસંગોએ ટીમે ખૂબ જ ઉત્સાહથી જીત મેળવી છે. પરંતુ દુઃખની વાત છે કે, જે લોકો ફક્ત પડદા પાછળથી ટ્રોલ કરવામાં વ્યસ્ત છે તેમને સત્યની પરવા નથી.