રિયાન પરાગની આ ભૂલને કારણે સંજુ સેમસનને 24 લાખ રૂપિયાનો ફટકારવામાં આવ્યો દંડ

IPL 2025: પરાગની ભૂલને કારણે સંજુને 24 લાખ રૂપિયાને દંડ ફટકારવામાં આવ્યો છે. રાજસ્થાનનો છેલ્લો સ્લો ઓવર રેટ ઉલ્લંઘન રિયાન પરાગના કેપ્ટનશીપ હેઠળ આ ગુનો થયો છે. ગુવાહાટીમાં CSK સામેની મેચ જીત્યા બાદ ટીમને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભારત માટે ઓલિમ્પિક 2028ને લઈને સારા સમાચાર,પહેલીવાર આ રમતનો સમાવેશ થયો
મેચમાં બેવડો ફટકો પડ્યો
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ છે. રાજસ્થાનની ટીમને હાર અને ગુજરાતની ટીમની જીત થઈ હતી. આ મેચમાં , ધીમા ઓવર રેટને કારણે કેપ્ટન સેમસન પર 24 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ IPLમાં સેમસનની આ પહેલી ભૂલ છે. આમ છતાં, તેમને 12 લાખને બદલ 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2025માં સ્લો ઓવર રેટ માટે દંડનો સામનો કરી શકે તેવા અન્ય કેપ્ટનોમાં મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યા, લખનૌ સુપરજાયન્ટ્સના પંત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રજત પાટીદારનો સમાવેશ થાય છે.