IPL પહેલા મોટા સમાચાર, શેડ્યૂલ બદલાયું, આ કારણે કોલકાતામાં નહીં રમાઈ મેચ

IPL 2025 Reschedule: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 22 માર્ચથી શરૂ થશે. આ 18મી સીઝનની ફાઈનલ મેચ 25મી મેના રોજ રમાશે. ઓપનિંગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. પરંતુ તે પહેલાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. IPLના શિડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 6 એપ્રિલે કોલકાતા ટીમ અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે એક મેચ રમવાની હતી. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં યોજાવાની હતી. હવે સુરક્ષાના કારણોસર આ મેચને શિફ્ટ કરવામાં આવી છે. હવે આ મેચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે.
Iconic location 😍
Iconic trophy 🏆
🔟 captains all in readiness 💪🥁 Let #TATAIPL 2025 begin 🥁 pic.twitter.com/23Nry0ZSyk
— IndianPremierLeague (@IPL) March 20, 2025
65 દિવસમાં 10 ટીમો વચ્ચે 74 મેચ રમાશે
ગત વખતની જેમ આ સિઝનમાં પણ આઈપીએલમાં 10 ટીમો ભાગ લેશે. આ ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાશે. આ તમામ મેચો માત્ર ભારતમાં જ 13 સ્થળોએ યોજાશે. આ વખતે IPLના 62 મેચ ફક્ત સાંજે જ રમાશે. જ્યારે બપોરે 12 મેચો યોજાશે. મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી રમાશે. જ્યારે સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.
આ વખતે IPL 2025 સીઝનમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. આ તમામ ડબલ હેડર શનિવાર અને રવિવારે જ થશે. IPLમાં ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ. ડબલ હેડર દિવસોમાં, ચાહકોને ઉત્સાહનો ડબલ ડોઝ મળે છે. આ વખતે IPL 2025ની શરૂઆતની મેચ શનિવારે (22 માર્ચ)ના રોજ યોજાશે. એટલે કે પહેલો ડબલ હેડર રવિવારે બીજા જ દિવસે જોવા મળશે. આ દરમિયાન બપોરે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની સામે રાજસ્થાન રોયલ્સ (RR) ટકરાશે. જ્યારે સાંજે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ થવાની છે.