પોઈન્ટ ટેબલ ટોપર ગુજરાત આ બાબતમાં નિષ્ફળ, ધોનીની CSK છે નંબર વન

IPL Fair Play Award: શુભમન ગિલની આગેવાની હેઠળના ગુજરાત ટાઇટન્સે કોલકાતાને તેના હોમ ગ્રાઉન્ડ પર 39 રનથી હાર આપી હતી. આ જીત બાદ ગુજરાતની ટીમને ચોક્કસ ફાયદો થયો છે. પોઈન્ટ ટેબલમાં ટોસના સ્થાન પર ગુજરાત પહોંચી ગયું છે. પોઈન્ટ ટેબલમાં ભલે ગુજરાતની ટીમ આગળ હોય પરંતુ એક બાબતમાં ગુજરાતની ટીમ ફેલ થઈ છે. આવો જાણીએ એવું તો શું છે કે પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ રહેવા છતાં ગુજરાતની ટીમ આ બાબતમાં નિષ્ફળ સાબિત થઈ છે.
Gujarat Titans set to remain at No.10 in the Fair Play Points Table. 🤣 pic.twitter.com/OuUxpooxvs
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 21, 2025
આ પણ વાંચો: પ્રીતિ ઝિન્ટા અને વિરાટ કોહલીનો વીડિયો વાયરલ, પંજાબ કિંગ્સના શેઠાણી કેમ આટલું હસ્યા?
આઈપીએલ ફેર પ્લે એવોર્ડ શું છે?
IPL ફેર પ્લે એવોર્ડ તે ટીમને આપવામાં આવે છે જેનો રમતના નિયમોનું પાલન કરવાનો અને ક્રિકેટની ભાવના અનુસાર જીવવાનો બેસ્ટ રેકોર્ડ હોય. આ બાબતમાં ગુજરાતની ટીમ પાછળ છે. દસ ટીમોમાં સૌથી છેલ્લા સ્થાન પર છે. ટીમના આઠ મેચમાં 69 પોઈન્ટ છે, જે સૌથી ઓછા છે. ચેન્નાઈની હાલ આ વખતે ખૂબ ખરાબ જોવા મળી રહી છે. મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વાર ટીમની કમાન સંભાળી પરંતુ તેનાથી ટીમના પ્રદર્શનમાં કોઈ ફરક પડ્યો નથી.