આ ખેલાડીઓ IPL 2025માં રહ્યા ફ્લોપ, ફ્રેન્ચાઇઝીના કરોડો રૂપિયામાં ગયા પાણીમાં

IPL 2025 હાલમાં ખૂબ શાનદાર જોવા મળી રહી છે. હાલમાં આ સિઝનમાંથી ચેન્નાઈની ટીમ બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં એવા ખેલાડીઓ પણ છે કે જેને કરોડો રૂપિયા મળ્યા છે પરંતુ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.
વેંકટેશ ઐયર
IPL 2025 મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે વેંકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ હજૂ સુધી તેનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. તેના વહેલા આઉટ થવાને કારણે ટીમની બેટિંગ ભાંગી પડી હતી. જેના કારણે KKR ને હારનો સામનો કરવો પડ્યો હતો.
રિષભ પંત
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત હજુ સુધી IPL 2025 માં પોતાના નામ પ્રમાણે રમી શક્યા નથી. અત્યાર સુધીમાં આ સિઝનમાં તેણે ઓનલી એક જ અડધી સદી ફટકારી છે.IPL 2025 ની 10 મેચમાં 110 રન બનાવ્યા છે. મહત્વની વાત એ છે કે આઈપીએલમાં સૌથી મોંઘો ખેલાડી છે તે. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે 27 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીને સિનિયર ભારતીય ટીમમાં સ્થાન નહીં મળે?
ઈશાન કિશન
હૈદરાબાદ ટીમે તેને 11.25 કરોડ રૂપિયામાં આ સિઝનમાં ખરીદ્યો હતો. પહેલી મેચમાં તેણે સદી ફટકારી હતી. પછીની તમામ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહી. છેલ્લી 8 મેચમાં તે ઓનલી 77 રન બનાવવામાં જ સફળ રહ્યો હતો. તમામ મેચમાં તે ત્રીજા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ તે કંઈ ખાસ કરવામાં સફળ રહ્યો ના હતો.