IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સની બદલાશે કિસ્મત, બુમરાહની ટીમમાં વાપસી

Jasprit Bumrah Joined Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. મુંબઈની ટીમની આશા એટલે કે જસપ્રીત બુમરાહ ટીમમાં જોડાયા છે. બુમરાહ ઘણા સમયથી ઘાયલ હતો. જેના કારણે આ સિઝનની આઈપીએલની 4 મેચમાં રમી શક્યો ના હતો.

આ પણ વાંચો: આ ખેલાડી બન્યો CSKની ટીમનો બોજ, આંકડા છે ખૂબ જ ખરાબ

ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી રમી શક્યો નહીં
જાન્યુઆરીમાં સિડનીમાં ભારત VS ઓસ્ટ્રેલિયાની પાંચમી ટેસ્ટ મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. આ બાદ તેને ઘણી તકલીફ હતી કમરમાં. જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તે ભારતની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.મુંબઈ ટીમમાં બુમરાહનું પુનરાગમન ટીમ માટે મોટો પ્રોત્સાહન હશે. અશ્વિની કુમારના પ્રભાવશાળી પ્રદર્શન છતાં તેમની બોલિંગ નબળી જોવા મળી રહી હતી. આખરે હવે બુમરાહ પરત ફર્યો છે.