November 13, 2024

KKRનો આ ખેલાડી બની શકે છે સૌથી મોંઘો ખેલાડી

IPL 2025 Mega Auction KKR: કોલકાતા નાઈટ રાઈડર્સ એ આઈપીએલ 2024ની મીની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે સ્ટાર્ક IPL ઈતિહાસમાં વેચાતો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

હરાજીમાં સૌથી વધુ બોલી
હવે તમને એ સવાલ ચોક્કસ થશે કે સ્ટાર્કને ફરી એકવાર હરાજીમાં સૌથી વધુ બોલી મળશે કે શું થશે. ત્યારે અમે તમને જણાવીશું કે KKRના કયા ખેલાડીની સ્ટાર્ક સિવાય મોંઘી બોલી લાગી શકે છે. KKR ટીમે મેગા ઓક્શન પહેલા ફિલ સોલ્ટ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓને બહાર કરી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ સોલ્ટ પર આ વખતે મોટી બોલી લાગી શકે છે. ફિલ સોલ્ટ ને KKR દ્વારા IPL 2024માં 1.5 કરોડ રૂપિયાની કિંમતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેસન રોયના સ્થાને તેને ટીમમાં જગ્યા આપવામાં આવી હતી. સોલ્ટે ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આઈપીએલ 2024માં 12 મેચ રમી હતી. જેમાં તેણે 435 રનની સાથે 4 અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

બમણી કિંમતે ખરીદી
IPL 2025 માટે યોજાનારી મેગા હરાજીમાં સોલ્ટને વધારે કિંમતમાં ખરીદી કરવામાં આવી શકે છે. હવે જોવાનું રહ્યું કે ટીમ તેને કઈ કિંમતે બોલી લાગી શકે છે. ફિલ સોલ્ટે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 21 મેચ રમી છે. 21 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 34.36ની એવરેજ અને 175.53ની સ્ટ્રાઇક રેટથી 653 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 અડધી સદી ફટકારી છે. હવે આવનારી સિઝનમાં સોલ્ટને કેટલી કિંમતે ખરીદવામાં આવે છે તે જોવાનું રહ્યું.