IPL 2025માં ઓનલી આટલી મેચ બાકી, આ ટીમો હવે ટોપ-4 માં

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન 22 માર્ચે શરૂ થઈ હતી અને 7 મે સુધીમાં 57 મેચ રમાઈ હતી. 58મી મેચમાં પંજાબ અને દિલ્હી કેપિટલ્સ એકબીજા સામે ટકરાયા હતા. પરંતુ 10.1 ઓવર પછી મેચ રમાઈ હતી. વાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવતા મેચ રદ કરવામાં આવી હતી. મેચનો સ્કોર 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન હતો. જોકે તેનું કારણ ફ્લડલાઇટમાં ખામી હોવાનું માનવામાં આવતું હતું. પહેલા વરસાદના કારણે મેચ 1 કલાક મોડી શરૂ થઈ હતી. પછી એક કલાક પછી મેચ રદ કરવામાં આવી હતી. આ પછી મેચ રદ જાહેર કરવામાં આવી અને ત્યારબાદ બંને ટીમો અને દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આવો જાણીએ હવે કેટલી મેચ બાકી છે અને ટોપ-4માં કેટલી ટીમ છે.
પોઈન્ટ ટેબલમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યો નથી
ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન અરુણ ધુમલે માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે લશ્કરી મુકાબલા વચ્ચે લીગ ચાલુ રાખવાનો નિર્ણય લેતા પહેલા સરકારી સૂચનાઓની રાહ જોવાઈ રહી છે, પરંતુ હાલમાં 9 મેના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ શેડ્યૂલ મુજબ રમાશે. પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ કેન્સલ થયા પછી પોઈન્ટ ટેબલમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યો નથી. પરંતુ આજના દિવસે તેમાં ચેન્જ કરવામાં આવી શકે છે. IPL 2025ની એક મેચનું સ્થળ ચેન્જ કરવામાં આવ્યું છે. 11 તારીખે પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ ધર્મશાળામાં રમાવાની હતી હવે તેને ચેન્જ કરીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર પછી શું IPL 2025 મોટી મુશ્કેલીમાં છે? JioHotstar મેઇલ સર્વર હેક થયું
IPL 2025 ની બાકી રહેલી મેચોનો શેડ્યુલ
9 મે: લખનૌ સુપરજાયન્ટ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ
10 મે: સનરાઇઝર્સ હૈદરાબાદ VS કોલકાતા નાઈટ રાઇડર્સ, હૈદરાબાદ
11 મે: પંજાબ કિંગ્સ VS મુંબઈ ઇન્ડિયન્સ, અમદાવાદ
11મે: દિલ્હી કેપિટલ્સ VS ગુજરાત ટાઇટન્સ, દિલ્હી
12 મે: ચેન્નાઈ સુપર કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ
13 મે: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS સનરાઇઝર્સ હૈદરાબાદ, બેંગ્લોર
14 મે: ગુજરાત ટાઇટન્સ VS લખનૌ સુપરજાયન્ટ્સ, અમદાવાદ
15 મે: મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સ, મુંબઈ
16 મે: રાજસ્થાન રોયલ્સ VS પંજાબ કિંગ્સ, જયપુર
17 મે: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કોલકાતા નાઈટ રાઈડર્સ, બેંગ્લોર
18 મે: ગુજરાત ટાઇટન્સ VS ચેન્નઈ સુપર કિંગ્સ, અમદાવાદ
18 મે: લખનૌ સુપરજાયન્ટ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનૌ
20 મે: ક્વોલિફાયર-1, હૈદરાબાદ
21 મે: એલિમિનેટર, હૈદરાબાદ
23 મે: ક્વોલિફાયર-2 , કોલકાતા
25 મે: ફાઇનલ, કોલકાતા