LSG vs GT: લખનૌ અને ગુજરાત વચ્ચે આજે મુકાબલો થશે, જાણો પિચ રિપોર્ટ

IPL 2025 LSG vs GT: આઈપીએલ 2025ની 26મી મેચ આજે રમાવાની છે. સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છો. ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોસ પર છે. બીજી બાજૂ લખનૌએ પાંચ મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. આવો જાણીએ પિચની સ્થિતિ.
પિચની સ્થિતિ શું છે?
આ મેચ લખનૌમાં રમાવાની છે. મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. કાળી માટીનો પીચ બનેલો છે. પહેલા ટીમ બેટિંગ લઈ શકે છે. પણ આશા છે કે અહીં 180થી વધારે રન બની શકે છે. જો આપણે હેડ ટુ હેડ રેકોર્ડ જોઈએ તો ગુજરાતનો હાથ ઉપર છે. ગુજરાતે 4 મેચ જીતી છે. જ્યારે લખનૌએ તેની સામે એક મેચ જીતી છે.
આ પણ વાંચો: UPI થયું ફરી ડાઉન, યુઝર્સને પેમેન્ટ કરવામાં થઈ રહી છે સમસ્યા
લખનૌ-ગુજરાત મેચ માટે સંભવિત ખેલાડીઓ
લખનૌ સુપર જાયન્ટ્સઃ આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, મિશેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આકાશ દીપ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઈ
ગુજરાત ટાઇટન્સ: રાહુલ તેવટિયા, અરશદ ખાન, રાશિદ ખાન, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન ,પ્રસિદ્ધ કૃષ્ણ, કુલવંત ખેજરોલિયા/વોશિંગ્ટન સુંદર.