February 19, 2025

IPL 2025: રજત પાટીદારને કોહલીનો ‘વિરાટ’ સંદેશ, કહી આ વાત

IPL 2025 માટે રજત પાટીદારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કમાન સોંપવામાં આવી છે. ચાહકોને એવો ભરોસો હતો કે વિરાટને ફરી વાર ટીમની કમાન સોંપવામાં આવશે. પરંતુ એવું થયું નહીં. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયના કારણે તમામ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે વિરાટે રજત પાટીદારના RCB ના નવા કેપ્ટન બનવા પર પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ શું કહ્યું વિરાટે.

આ પણ વાંચો: IPL 2025 માટે RCBએ નવા કેપ્ટનની કરી જાહેરાત, કોહલી નહીં પણ આ બેટ્સમેનને કમાન સોંપાઈ

 

રજતને વિરાટ સંદેશ
RCBના આઠમાં કેપ્ટન રજત પાટીદાર બન્યા છે. , RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટે પ્રતિક્રિયા આપી છે. વિરાટે વીડિયો શેર કર્યો છે. જેમાં વિરાટ કહી રહ્યો છે કે “હું અને ટીમના અન્ય સભ્યો તારી પાછળ રહીશું, રજત. આ ફ્રેન્ચાઇઝીમાં તમે જે રીતે મોટા થયા છો અને જે રીતે તમે પ્રદર્શન કર્યું છે, તેનાથી તમે બધા RCB ચાહકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.” મેગા ઓક્શન પહેલા, RCB એ રજતને 11 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.