ઈડન ગાર્ડનમાં ઇતિહાસ રચાયો, હરીફ ટીમને 20 થી વધુ વાર પરાસ્ત કરનારી એકમાત્ર ટીમ

IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સે SRH ને હરાવીને IPL 2025 માં પોતાની બીજી મેચ જીતી લીધી છે. જીતની સાથે કોલકાતા નાઈટ રાઈડર્સેની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. હૈદરાબાદ સામે પ્રથમ બેટિંગ કરતા KKR ટીમે 200 રન બનાવ્યા હતી. આ પછી વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીની બોલિંગ સામે હૈદરાબાદના બેટ્સમેનો ફક્ત 120 રન જ બનાવવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો: મેચ હાર્યા પછી પણ RCBના કેપ્ટને આ 3 ખેલાડીઓની પ્રશંસા કરી

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ઇતિહાસ રચ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 20મી મેચ જીતી લીધી છે. અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ ઇતિહાસ રચ્યો છે. આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ એવી ટીમ બની ગઈ છે કે જેણે 3 હરીફ ટીમની સામે 20થી વધારે વખત મેચ જીતી લીધી છે. આ પહેલા આઈપીએલમાં કોઈ પણ ટીમ આવું કરી શકી નથી.