November 23, 2024

SRH આ ખેલાડીઓને ટીમ જાળવી શકે છે

IPL 2025 SRH Retantion: IPLનો ઉત્સાહ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. આ સિઝન શરૂ થવાને હજૂ વાર છે પરંતુ એમ છતાં ખેલાડીઓમાં તણાવ ચોક્કસ વધી ગયો છે. નવા નિયમ પ્રમાણે તમામ ટીમ માત્ર 5 ખેલાડીને જાળવી રાખે છે. જેના કારણે . કેટલીક ફ્રેન્ચાઈઝી ઉત્સાહિત છે તો કેટલાકનું ટેન્શન વધી ગયું છે. SRHની વાત કરીએ તો તઆવો જાણીએ કે કયાં ખેલાડીઓને રિટેન કરવામાં આવી શકે છે.

વિદેશી ખેલાડીઓ પર વધુ નિર્ભર
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની મહત્વની વાત એ છે કે તેમાં વિદેશી ખેલાડીઓ વધારે છે. આ ટીમમાં ભલે ભારતીય ખેલાડીઓ વધારે ના હોય પરંતુ ટીમ આ ગેપને વિદેશી ખેલાડીઓથી ભરીને પુરો કરી રહી છે. આ જ કારણ હતું કે જ્યારે BCCI અને ટીમો વચ્ચે રિટેન્શન નિયમોને લઈને બેઠક થઈ હતી. ત્યારે કાવ્યા મારને સ્થાનિક અને વિદેશી ખેલાડીઓની સંખ્યા નક્કી ન કરવાની માંગ કરવામાં આવી હતી. આ વાતનો સ્વીકાર બીસીસીઆઈએ કર્યો હતો. જેના કારણે હવે ટીમ ગમે તેટલા ઈન્ડિયન કે વિદેશી ખેલાડીને જાળવી રાખશે.

આ પણ વાંચો: ચિત્તાની જેમ છલાંગ લગાવીને રોહિત શર્માએ કેચ પકડ્યો

આ ખેલાડીઓને જાળવી રાખવામાં આવશે
સંભાવનાઓ એવી છે કે એડન માર્કરામ પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન અને અભિષેક શર્માને જાળવી રાખવામાં આવી શકે છે. મહત્વની વાત એ છે કે ટીમ પાસે એક ખાસ ખેલાડી છે આ ખેલાડી અભિષેક શર્મા છે. જે ટીમનો ઓપનિંગ બેટ્સમેન પણ છે. ટીમ ત્રીજા રિટેન્શન તરીકે ટીમ અભિષેકને સાથે રાખી શકે છે. જેના માટે ટીમને 11 કરોડ રૂપિયા ખર્ચવા પડશે.એડન માર્કરામને જાળવી શકે છે ટીમ. જેના માટે 14 કરોડ રૂપિયા ખર્ચી શકે છે.

હૈદરાબાદની આઈપીએલ ટીમ
એડન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અનમોલપ્રીત સિંહ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ઉપેન્દ્ર સિંહ યાદવ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, ભુવનેશ્વર કુમાર, માર્કો જાનસેન, ટી. નટરાજન, મયંક માર્કંડે, ઉમરાન મલિક, વાનિન્દુ હસરંગા, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, ફઝલહક ફારૂકી, જાથાવેદ સુબ્રમણ્યન.