ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં કોણ આગળ?

IPL 2025: ચેપોકના મેદાન પર યુઝવેન્દ્ર ચહલના સ્પિનનો જાદુ જોવા મળી રહ્યો છે. ચેન્નાઈ સામેની મેચમાં યુઝવેન્દ્ર ચહલ 4 વિકેટ લીધી હતી. આવું કરતાની સાથે તેણે કુલદીપ યાદવને પણ પાછળ છોડી દીધો હતો.
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, આ મેચ વિનર ખેલાડી ‘આઉટ’
કોણ છે આગળ
ચહલે 10 મેચમાં 13 વિકેટ લીધી છે. હાલમાં પર્પલ કેપ આરસીબીના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડના માથા પર શોભી રહી છે. હેઝલવુડે 10 મેચમાં 18 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણા 17 વિકેટ લીધી છે અને તે બીજા સ્થાને છે. ઓરેન્જ કેપની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન સાઇ સુદર્શનના માથા પર હાલ છે. 9 મેચમાં તે 456 રન બનાવવામાં તે સફળ રહ્યો હતો. કોહલી 10 મેચમાં 443 રન બનાવ્યા છે. જેના કારણે તે આ યાદીમાં બીજા સ્થાને છે. સૂર્યકુમાર યાદવ 427 રન બનાવીને ત્રીજા સ્થાને છે.