September 17, 2024

IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સની નજર છે આ ખેલાડીઓ ઉપર

IPL 2025 Mega Auction: IPL 2025 પહેલા યોજાનારી મેગા ઓક્શનમાં મોટા ફેરફાર થઈ શકે છે. ઘણા બધા ખેલાડીઓની ટીમ બદલાઈ શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ હરાજીમાં મોટો દાવ લગાવવામાં આવી શકે છે. રિલીઝ અથવા રીટેન્શન અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી રહી નથી.

રિષભ પંત
દિલ્હી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને છોડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જો તેને મુક્ત કરવામાં આવે તો CSK હરાજીમાં દાવ લગાવી શકે છે. તેનું કારણ એ પણ છે કે ટીમ ધોની બાદ મજબૂત વિકેટકીપર બેટ્સમેનની શોધમાં જોવા મળી રહી છે. પંતનું અત્યાર સુધીમાં સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે તેની પાસે કેપ્ટનશિપની ક્ષમતા પણ છે.

આ પણ વાંચો:  ચેન્નાઈમાં યોજાશે ટીમ ઈન્ડિયાનો કેમ્પ, ગૌતમ કરશે આ ‘ગંભીર’ કાર્ય

રોહિત શર્મા
મોટા ભાગના મીડિયામાં રોહિત શર્માની ચર્ચા થઈ રહી છે. ખાસ વાત તો એ છે કે આઈપીએલ 2024માં તેને કહ્યા વગર જ કપ્તાનીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે આ વખતે એટલે કે આઈપીએલ 2025માં તે મુંબઈની ટીમને છોડી શકે છે. કારણે કે તેને હટાવાની વાત પણ તેને કહેવામાં આવી ના હતી જેના કારણે તે પણ ખુશ ના હતો. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત રોહિત હરાજીમાં આવે છે તો તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે. દરેક ટીમ રોહિતને ખરીદવા માંગે છે. CSK પણ આ યાદીમાં છે.