IPL 2025: ફાઇનલ મેચ ઇડન ગાર્ડન્સને બદલે આ મેદાન પર મેચ યોજાઈ શકે છે!

IPL 2025 Final ગઈકાલે રાત્રે IPL 2025નું બીજું શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. 17મેથી ફરી આઈપીએલ શરૂ થશે. હવે શરૂ થનારી મેચ માટે 6 સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. જોકે પ્લેઓફ માટેના સ્થળની જાહેરાત કરવામાં આવી નથી. હવે તમામ ક્રિકેટ ચાહકોને સવાલ છે કે IPL 2025 ની ફાઇનલ કોલકાતાના ઇડન ગાર્ડન્સને બદલે ક્યા મેદાન પર રમાશે? આવો જાણીએ.

આ પણ વાંચો:Gold Price Today: સોનાના ભાવમાં થયો આજે મોટો ઘટાડો, જાણી લો લેટેસ્ટ સોનાનો દર

આ મેદાન પર રમાઈ શકે છે ફાઇનલ
IPL 2025 ના પહેલા શેડ્યૂલ પ્રમાણે ફાઇનલ મેચ કોલકાતામાં રમાવાની હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સખત તણાવ ચાલી રહ્યો હતો. જેના કારણે એક અઠવાડિયા માટે તમામ આઈપીએલ મેચને સ્થગિત કરવામાં આવી હતી. આ બાદ હવે સમગ્ર ટુર્નામેન્ટનું શેડ્યૂલ ચેન્જ થઈ ગયું છે. હવે ફાઇનલ મેચ 25મેના બદલે હવે 3 જૂને રમાશે. IPL 2025 ની ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની સંભાવનાઓ છે. જોકે BCCIએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.