IPL 2025: ગુજરાત ટાઇટન્સ માટે મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ઘરે પરત ફર્યો

IPL 2025, Kagiso Rabada: IPL 2025નો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે જીટીના કેમ્પમાંથી મોટા સમાચાર આવ્યા છે. સ્ટાર બોલર કાગીસો રબાડા ટીમ છોડીને સ્વદેશ પરત ફર્યા છે.

આ પણ વાંચો: લોહીને પાતળું કરવું હોય તો આ કરો કુદરતી ઉપચાર

આ કારણથી રબાડાએ RCB સામેની મેચમાં મેદાનમાં ઉતર્યો ન હતો
રબાડા વ્યક્તિગત કારણોસર IPL 2025 ની મધ્યમાં દક્ષિણ આફ્રિકામાં પોતાના ઘરે જવાનું નક્કી કર્યું છે. રબાડાની વાત કરવામાં આવે તો આ સિઝનમાં 2 મેચ રમી છે. તે RCB સામેની મેચમાં મેદાનમાં ઉતર્યો ન હતો. કેપ્ટન ગિલે એમ પણ કહ્યું હતું કે રબાડા વ્યક્તિગત કારણોસર આ મેચમાં રમી રહ્યો નથી. તે ફરી કયારે વાપસી કરશે તે અંગે કોઈ અપડેટ સામે આવ્યું નથી.