IPL 2025: મુંબઈ-કોલકાતા મેચમાં સટ્ટાબાજીનો થયો પર્દાફાશ, આગ્રાથી 9 બુકીઓની કરાઈ ધરપકડ

IPL Betting News Agra: મુંબઈ-કોલકાતાની મેચ શાનદાર જોવા મળી હતી. આ મેચમાં મુંબઈની ટીમની જીત થઈ છે. આ વચ્ચે આગ્રા પોલીસે IPL મેચ પર સટ્ટો રમી રહેલા 9 લોકોની ધરપકડ કરી છે. સોમવારે રાત્રે ક્લબ સ્ક્વેર-8 પર જુગાર ચાલી રહ્યો હતો આ સમયે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આગ્રા પોલીસ આરોપીઓની હાલ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: IPL 2025: મુંબઈએ પોતાની પહેલી જીત સાથે પોઈન્ટ ટેબલમા લગાવી મોટી છલાંગ લગાવી

આગ્રા પોલીસ આરોપીઓની પૂછપરછ કરી
સોમવારે રાત્રે ક્લબ સ્ક્વેર-8 પર જુગાર ચાલી રહ્યો હતો ત્યારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો અને 9 લોકોની ધરપકડ કરી. હવે આગ્રા પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. બુકીઓ પાસેથી 1,63,000 રૂપિયા, ચાર ટુ-વ્હીલર અને 11 ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. , બુકીઓ સ્લિપ બાળી નાખે છે અને ફોનમાંથી નંબરો પણ ડિલીટ કરી દે છે જેથી કોઈ પુરાવા ન રહે. પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરવામાં આવી હતી.