April 8, 2025

IPL 2025: BCCIએ ઇશાંત શર્મા સામે કડક કાર્યવાહી કરી, મેચ પછી મળી આ સજા

IPL 2025 GT vs SRH: ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને IPL 2025માં સતત ત્રીજી જીત નોંધાવી લીધી છે. ગુજરાતની ટીમની બોલિંગ શાનદાર જોવા ણળી હતી. બોલિંગની સાથે બેટિંગ પણ શાનદાર જોવા મળી હતી. ગુજરાતની ટીમે આ મેચ 7 વિકટથી જીતી લીધી છે. પરંતુ આ મેચ બાદ ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઇશાંત શર્મા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: SRHને હરાવ્યા બાદ શુભમન ગિલે આ ખેલાડીના કર્યા ખૂબ વખાણ

BCCI એ ઇશાંત શર્માને શા માટે સજા આપી?
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઇશાંત શર્માની બોલિંગ કંઈ ખાસ જોવા મળી ના હતી. તેણે 4 ઓવરમાં 53 રન આપ્યા અને કોઈ વિકેટ મેળવી નહીં. આ મેચમાં, ઇશાંતને IPL આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો છે. IPL દ્વારા જારી કરાયેલા રિલીઝમાં કહેવામાં આવ્યું કે ઈશાંત શર્માને આઈપીએલ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. જેના કારણે ઇશાંત પર તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી બાજૂ ઇશાંતે પણ આ ગુનો સ્વીકારી લીધો છે. બોલરના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.