IPL 2025: સારા અલી ખાન લગાવશે ઠુમકા, આ મેચમાં પરફોર્મ કરશે

IPL 2025નો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સિઝનમાં ચાહકો વધારે જોશમાં જોવા મળી રહ્યા છે. ત્યારે IPLના 18 વર્ષ પૂર્ણ થવા પર, બોર્ડે તમામ સ્થળોએ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. KKR અને RCB વચ્ચે રમાયેલી પહેલી મેચમાં પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અને ગાયિકા શ્રેયા ઘોષાલે પરફોર્મ કર્યું. હવે 30 માર્ચે સારા અલી ખાન પોતાના અભિનયથી બધાનું દિલ જીતવા જઈ રહી છે. જેની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: SRH માલિક કાવ્યા મારને કેટલો અભ્યાસ કર્યો છે?

સારા અલી ખાન લગાવશે ઠુમકા
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની વચ્ચે મેચ માર્ચેના રમાશે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચનું આયોજન થવાનું છે. જે રાજસ્થાનનું હોમ ગ્રાઉન્ડ પણ છે. આ મેચમાં સારા અલી ખાન પરફોર્મ કરશે. આ વાતની જાહેરાત આઈપીએલના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલમાં કરવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સની ટીમને 2 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.