IPL 2025: બોમ્બ ધમકીઓ બાદ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ યોજાશે, પોલીસે કરી મોટી જાહેરાત

IPL 2025: ભારત અને પાકિસ્તાન તણાવ ચાલી રહ્યો હતો આ સમયે રાજસ્થાનની રાજધાની જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર બોમ્બ વિસ્ફોટની સતત ધમકીઓ મળી આવી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આજના દિવસે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાવાની છે. જેને ધ્યાનમાં રાખીને મેચ માટે પોલીસ અને વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કારણે આ એ જ મેદાન છે કે જેને ઘણી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી આવી હતી.
આ પણ વાંચો: RCB હજુ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે?
પોલીસે કરી કડક સુરક્ષા વ્યવસ્થા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હતો બીજી બાજૂ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને સતત ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી. આજની મેચ આ જ મેદાનમાં રમાવાની છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસે અને વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. જે લોકો મેચ જોવા આવશે તેનું પણ કડક ચેકિંગ કરવામાં આવશે. કડક ચેકિંગ પછી જ સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપશે. એક માહિતી પ્રમાણે મેચ માટે એક હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. પોલીસની સાથે સાથે સ્ટેડિયમની અંદર અને બહાર સ્નિફર ડોગ્સ પણ તૈનાત કરવામાં આવશે. પોલીસે પણ મેચ જોવા આવતા લોકોને અપીલ કરી છે કે જો તમને પણ કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે છે તો તમારે પણ પોલીસને જાણ કરવાની રહેશે.