CSK vs RR: 6 બોલમાં 20 રન બાકી… ક્રિઝ પર ધોની-જાડેજા; છતાં જીતાડી ના શક્યાં

CSK vs RR: રવિવારે રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (RR vs CSK) સામે શાનદાર જીત નોંધાવી હતી. CSKના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે રાજસ્થાન બેટિંગ કરવા ઉતર્યું ત્યારે નીતિશ રાણાની શાનદાર 81 રનની ઇનિંગની મદદથી તેમણે 182 રન બનાવ્યા હતા. તેની સામે CSK ફક્ત 176 રન જ બનાવી શક્યું હતું.

રોયલ્સની શરૂઆત સારી નહોતી અને પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ ઓપનર યશસ્વી જયસ્વાલ ખલીલના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ નીતિશ અને સંજુ સેમસને (20) 42 બોલમાં 82 રન ફટકાર્યા હતા. નીતિશ રાણાએ 36 બોલમાં 81 રન બનાવ્યા હતા. હોમ ગ્રાઉન્ડ પર રમતા રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે (37) બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા પરંતુ તેની ઇનિંગ્સમાં લયનો અભાવ હતો.

રોયલ્સ છેલ્લી પાંચ ઓવરમાં ફક્ત 37 રન જ બનાવી શક્યું હતું. અંતે શિમરોન હેટમાયરે 16 બોલમાં 19 રન ફટકાર્યા અને ચેન્નાઈ સામે 182 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી અફઘાનિસ્તાનના ડાબા હાથના કાંડા સ્પિનર ​​નૂર અહેમદે મધ્ય ઓવરોમાં 28 રન આપીને બે વિકેટ લીધી હતા. આ દરમિયાન શ્રીલંકાના મથિશા પથિરાનાએ ડેથ ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરી હતી, 28 રન આપીને બે વિકેટ લીધી હતી. ખલીલ અહેમદે 38 રન આપીને બે વિકેટ લીધી હતી.

ગાયકવાડે ફિફ્ટી ફટકારી
હવે ચેન્નાઈ સુપર કિંગ્સનો વારો હતો. CSK ઓવરમાં જીતી ગયું. ઓપનિંગ કરવા આવેલા રચિન રવિન્દ્ર પહેલી જ ઓવરમાં કીપરના હાથે કેચ આઉટ થઈ ગયા. આ પછી, રાહુલ ત્રિપાઠી 19 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો. ઋતુરાજ ગાયકવાડે 63 રનની શાનદાર ઇનિંગ રમી જે CSK માટે અસરકારક સાબિત થઈ. શિવમ દુબે સારી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ ૧૮ રન બનાવીને રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો.

6 બોલમાં 20 રનની જરૂર હતી
એક સમયે એવું લાગતું હતું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચ જીતી જશે. છેલ્લી ઓવરમાં, CSKને 6 બોલમાં 20 રનની જરૂર હતી. બોલ સંદીપ શર્માના હાથમાં હતો. પરંતુ ધોની અને જાડેજા મેચ જીતી શક્યા નહીં. ધોનીએ પહેલા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી, પણ બીજા બોલ પર તે આઉટ થઈ ગયો હતો. CSK બાકીના 4 બોલમાં ફક્ત 16 રન બનાવી શક્યું અને મેચ હારી ગયું હતું. રાજસ્થાન તરફથી વાનિન્દુ હસરંગાએ 4 શાનદાર વિકેટ લીધી હતી.