IPL 2025માં આ 3 ટીમો માટે વાગી ગઈ ખતરાની ઘંટડી વાગી, સતત મેચમાં મળી રહી છે હાર

IPL 2025 શાનદાર શૈલીમાં રમાઈ રહી છે. જેમાં ચાહકોને મજા પડી રહી છે. અત્યાર સુધીમાં ટોટલ 18 મેચ રમાઈ ગઈ છે. આ સિઝનમાં આઈપીએલની મોટી ટીમો કહેવાતી ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. જેમાં આવે છે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈની ટીમ. આ ત્રણેય ટીમ એવી છે કે આઈપીએલની શરૂઆતમાં 3-3 મેચ હારી ગઈ છે. સતત હારના કારણે ટીમો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે.
મુંબઈ ઈન્ડિયન્સ
IPL 2025ની પહેલી મેચમાં હાર્દિક રમ્યો ના હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવે મુંબઈની ટીમની કમાન સંભાળી હતી. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચાર વિકેટથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બીજી મેચમાં હાર્દિક મેચમાં આવ્યો હતો. તેની કેપ્ટનશીપ ટીમનું નસીબ બદલવામાં નિષ્ફળ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સે તેમને 36 રનથી હાર આપી હતી. હાર્દિકના પરત આવવા છતાં ટીમમાં કોઈ ફેર પડ્યો નથી. ટીમે માત્ર અત્યાર સુધીમાં 1 મેચ જીતી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. પરંતુ આ સિઝનમાં ચેન્નાઈમાં સુપર ફ્લોપ જોવા મળી રહી છે. હાલ ચાલી રહી સિઝનમાં કોઈ પણ ખેલાડીનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું નથી. અત્યાર સુધીમાં ટીમે 4 મેચ રમી છે. જેમાંથી એક મેચમાં જીત અને બાકીને 3 મેચમાં હાર મળી છે. પોઈન્ટ ટેબલમાં ટીમ 9માં સ્થાન પર છે.
આ પણ વાંચો: SRH vs GT વચ્ચે આજે મુકાબલો, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ
સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદે તેમના IPL 2025 અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. ખેલાડીઓ એવી એવી બેટિંગ કરી રહ્યા હતા કે એ સમયે એવું લાગ્યું કે હૈદરાબાદની આ મેચમાં જીત ચોક્કસ પ્રાપ્ત કરી લેશે. આ પછી તમામ મેચમાં એટલે કે 3 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.