January 20, 2025

દિલ્હી કેપિટલ્સના આ 3 ખેલાડીઓ પર રહેશે મોટી જવાબદારી, પહેલીવાર બની શકે છે ચેમ્પિયન

IPL 2025 Delhi Capitals: દિલ્હી કેપિટલ્સ IPL 2025માં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. હજૂ સુધી ટીમના નવા કેપ્ટનની જાહેરાત થઈ નથી. દિલ્હી કેપિટલ્સે આ વખતે ઘણા સારા ખેલાડીઓને ખરીદ્યા છે. ત્યારે આ વખતે 3 ખેલાડીઓ એવા છે જે દિલ્હી કેપિટલ્સને પ્રથમ વખત ચેમ્પિયન બનાવી શકે છે.

મિશેલ સ્ટાર્ક
આઈપીએલ 2024માં સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો. KKRએ તેને ગત સિઝનમાં 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે ખાસ વાત એ હતી કે ગત સિઝનમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ના હતું. દિલ્હીની ટીમે સ્ટાર્કને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્યારે હવે IPLની નવી સિઝનમાં સ્ટાર્કના ખભા પર મોટી જવાબદારી આવવાની છે.

કેએલ રાહુલ
કેએલ રાહુલ છેલ્લી ત્રણ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સે રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ખેલાડીમાં ટીમને ચેમ્પિયન બનાવવાની ઘણી ક્ષમતા છે. દિલ્હી કેપિટલ્સનો રાહુલને કેપ્ટન બનાવી શકે છે.

આ પણ વાંચો: KKRથી અલગ થવા પર શ્રેયસ અય્યરે પહેલીવાર તોડ્યું મૌન, કહી આ વાત

ફાફ ડુ પ્લેસિસ
ફાફ ડુ પ્લેસિસ છેલ્લી ઘણી સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે ફાફ ડુ પ્લેસિસને રૂપિયા 2 કરોડની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટનની રેસમાં ફાફ ડુ પ્લેસિસમાં જોવા મળી રહ્યો છે.