December 22, 2024

IPL 2024: કેએલ રાહુલ સિઝનની પ્રથમ મેચ રમશે કે નહીં?

IPL 2024: આઈપીએલ આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યી છે. ત્યારે કેએલ રાહુલ સિઝનની પ્રથમ મેચ રમશે કે નહીં તે સવાલ તેમના ચાહકો કરી રહ્યા છે. ત્યારે LSG કોચ જસ્ટિન લેંગરે આ વિશે અપડેટ આપ્યું છે.

મંજૂરી મળી
કેએલ રાહુલ સિઝનની પ્રથમ મેચ રમશે કે નહીં તેવો સવાલ તેમના ચાહકો કરી રહ્યા છે. આ પહેલા એલએસજી ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાની આશા વ્યક્ત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે રાહુલ સિઝનની પ્રથમ મેચ રમશે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 24 માર્ચે જયપુરના મેદાનમાં રાજસ્થાન રોયલ્સ ટીમ સામે તેની પ્રથમ મેચનું આયોજન કરાયું છે. મહત્વની વાત એ છે કે એ ખેલાડીઓ પણ રમાવાના છે કે જેઓ અનફિટ કે ઈજાના કારણે આરામ ઉપર હતા. પરંતુ હવે તેવો તમને આઈપીએલમાં રમતા જોવા મળશે.

સંપૂર્ણપણે તૈયાર
આવતીકાલે આઈપીએલ રમાવાની છે. જેની તમામ ટીમે તૈયારીઓ કરી દીધી છે. આતૂરતાથી લોકો આઈપીએલની રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટ ચાહકોની આતૂરતાનો અંત આવ્યો છે અને કાલથી મેચ રમાવાની શરૂઆત થઈ જવાની છે. કોચ જસ્ટિન લેંગરે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કેએલ રાહુલ વિશે પૂછવામાં આવ્યું હતું. જે બાદ તેમણે પોતાનું આ નિવેદન આપ્યું હતું કે રાહુલ સિઝનની પ્રથમ મેચ રમશે. સાથે એમ પણ જણાવ્યું કે ઈજા થયા બાદ ફરીથી વાપસી કરવી સહેલી નથી. જેના માટે તેણે વધારે મહેનત કરવી પડશે. આશા છે કે તે સીઝની પહેલી મેચ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર હશે.

જગ્યા મળી શકે છે
T20 વર્લ્ડ કપ IPL 2024 સિઝનના અંત પછી તરત જ શરૂ થવાની છે. આ પહેલા આ મેચ દરમિયાન ઘણા ખેલાડીઓ વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તમને જણાવી દઈએ કે રાહુલને ગત IPL સિઝનના મધ્યમાં ઈજા થઈ હતી, જેના કારણે તે આખી મેચ રમી શક્યો નહોતો. આ વખતે પણ તેમના ચાહકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ મેચ રમશે.