January 7, 2025

IPL 2024: શું ધોની સામે ગાયકવાડ માત્ર રિમોટ કંટ્રોલનો કેપ્ટન બનીને રહી ગયો?

CSK VS GT: IPL 2024 ની પ્રથમ મેચ ગયા અઠવાડિયે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં ખાતે રમાઈ હતી. તે મેચમાં એમએસ ધોની મેદાનમાં ઉતરી રહ્યો હતો. કેમેરામેન પણ નવા કેપ્ટન રૂતુરાજ ગાયકવાડને બદલે એમએસ ધોની પર વારંવાર ફોકસ કરી રહ્યા હતા. વીરેન્દ્ર સેહવાગ અને સુરેશ રૈના જેવા કોમેન્ટેટર્સે ગાયકવાડને કેપ્ટનશિપ આપી હોવા છતાં મેદાન પરના કેપ્ટન તરીકે ધોનીના લઇ મજાક ઉડાવી હતી. હવે આવું જ દ્રશ્ય મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન જોવા મળ્યું હતું. મેચ બાદ ઝડપી બોલર દીપક ચહરે CSK ખેલાડીઓ વતી સ્પષ્ટતા કરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના સિનિયર ફાસ્ટ બોલર દીપક ચહરે રુતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ધોનીના નેતૃત્વ પર એક રસપ્રદ નિવેદન આપ્યું છે. ચાહરે જણાવ્યું કે તેણે મેચ દરમિયાન સૂચનાઓ માટે ધોની અને રુતુરાજ બંને તરફ જોવું પડશે. ખરેખરમાં ગઈકાલે રાત્રે ગુજરાત ટાઇટન્સ સામે એકતરફી જીત પછી જ્યારે મહાન ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે દીપક ચાહરને પૂછ્યું કે તે ફિલ્ડિંગ દિશા માટે કોની તરફ જુએ છે – ધોની કે ગાયકવાડ. જેના જવાબમાં જમણા હાથના ફાસ્ટ બોલરે સ્મિત સાથે જવાબ આપ્યો, ‘ આ દિવસોમાં મારે ફિલ્ડ સેટિંગ અને બોલિંગ બદલાવ માટે માહી ભાઈ અને રુતુરાજ બંનેને જોવું પડે છે, તેથી ક્યાં જોવું તે અંગે થોડી મૂંઝવણ છે પરંતુ રુતુરાજ સારી કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તે આગળ વધી રહ્યો છે.’

આ પણ વાંચો: ઓલિમ્પિકમાંથી બહાર થયેલા બજરંગ પુનિયાને મોટી રાહત

મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈને બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ કેપ્ટન રુતુરાજે પ્રથમ ઓવરમાં જ મળેલી લાઈફનો ફાયદો ઉઠાવ્યો હતો. રચિનના ગયા બાદ તેની ભૂમિકામાં આવતા રુતુરાજે 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. 2022 થી રુતુરાજ ડાબા હાથના ફાસ્ટ બોલર સામે થોડો અસ્વસ્થ છે. રુતુરાજે 2022 થી લેફ્ટી પેસર સામે આઠ વખત તેની વિકેટ ગુમાવી છે. કદાચ આ આંકડાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતે ફરીથી ડાબા હાથના ઝડપી બોલર સ્પેન્સર જોન્સનને આક્રમણમાં ઉતાર્યો અને ફરી એકવાર ડાબા હાથના ઝડપી બોલર જંગ જીતી ગયા.