July 7, 2024

IPL 2024: ગુજરાત ટાઈટન્સની અમદાવાદમાં કેટલી મેચ?

અમદાવાદ: IPL 2024 ગઈ કાલે શરૂ થઈ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે આપણી ટીમ કયારે અને કયાં રમવાની છે? અને અમદાવાદમાં કેટલી મેચ રમાવાની છે? આવો આ તમામ વિગતો જાણો આ અહેવાલમાં.

કુલ પાંચ મેચ
IPL 2024ની 17મી સિઝનની પહેલા સેશની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. તારીખ 22 માર્ચથી લઈને 7 એપ્રિલ સુધી 21 મેચ રમાશે. ગુજરાત ટાઈટન્સની ટીમ કુલ પાંચ મેચ રમાવાની છે. GTની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ટોટલ પાંચમાંથી ત્રણ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો: IPLની પ્રથમ મેચમાં જ વિવાદ, વિરાટ કોહલી આ ખેલાડીને બોલ્યો અપશબ્દ

અહિંયા મેચનું આયોજન
આવતીકાલે ગુજરાત ટાઈટન્સની પહેલી મેચ અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 24 માર્ચે રમાશે. મહત્વની વાત એ છે કાલની મેચને લઈને કે ગુજરાતની સામે ટીમનો પૂર્વ કેપ્ટન હાર્દિક પંડયા જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે જ ગત વર્ષે ફાઈનલમાં ગુજરાતને હરાવીને IPL 2023ની ટ્રોફીમાં જીત હાસંલ કરી હતી. ગુજરાત ટાઈટન્સ ત્રીજી મેચની વાત કરવામાં આવે તો 31 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અને ચોથી મેચ 4 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમશે. આ બંને મેચો અમદાવાદ ખાતે રમાશે. છેલ્લી અને લાસ્ટ મેચ પ્રથમ શેડ્યૂલની લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે લખનૌમાં સામ સામે ટકરાશે.

ગુજરાત ટાઇટન્સઃ  રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ડેવિડ મિલર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, મોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન). આ ખેલાડીઓ ગુજરાત ટાઇટન્સની ટીમમાં છે.