June 30, 2024

IPLના ઈતિહાસમાં જીતેશ શર્માનો મોટો નિર્ણય

IPL 2024ની 69મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. પંજાબની ટીમનો કેપ્ટન જીતેશ શર્મા છે. કારણ કે શિખર ધવન ઈજાગ્રસ્ત છે. કેપ્ટન તરીકે પોતાની પહેલી જ મેચમાં જીતેશ શર્માએ એક મોટો નિર્ણય લીધો હતો. IPLના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કોઈએ એવું કર્યું નથી.

IPLમાં આવું પહેલીવાર બન્યું
આઈપીએલના ઈતિહાસમાં એવું પહેલી વખત બન્યું કે કોઈ ટીમે મેચની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક વિદેશી ખેલાડીને રમાડયો હોય.  આજની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનમાં રિલે રૂસો એકમાત્ર વિદેશી ખેલાડી છે. આ પહેલાની કોઈ પણ આઈપીએલની મેચમાં કોઈ વિદેશી ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં રમાડ્યો ન હતો. જીતેશ શર્માએ કેપ્ટન તરીકેની પહેલી મેચમાં આ મોટો નિર્ણય લીધો છે. આ સાથે ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શનમાં પણ કોઈ વિદેશી ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે IPL ટીમો કોઈપણ મેચ માટે તેમની પ્લેઈંગ ઈલેવનમાં 4 ખેલાડી રાખી શકે છે.

આ પણ વાંચો: RCB પ્લેઓફમાં પહોંચ્યું તો ભાગેડુ વિજય માલ્યાએ કરી ઉજવણી

પંજાબ કિંગ્સના 11 ખેલાડી
આશુતોષ શર્મા, શિવમ સિંહ, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, હર્ષલ પટેલ, રાહુલ ચહર, પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે, રિલે રૂસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન)

પંજાબ કિંગ્સ ટીમના ઇમ્પેક્ટ પ્લેયર વિકલ્પો:
પ્રિન્સ ચૌધરી, વિધ્વત કવેરપ્પા, હરપ્રીત સિંહ ભાટિયા, અર્શદીપ સિંહ, તનય થિયાગરાજન

ટાઈટલ જીત્યો નથી
અત્યાર સુધીમાં કોઈ પણ વખત પંજાબ કિંગ્સની ટીમ IPLમાં ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. વર્ષ 2008થી દરેક સિઝનમાં પંજાબની ટીમે ભાગ લીધો છે. આમ છતા તે એક વાર પણ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. એક વાર વર્ષ 2014માં ફાઇનલમાં પહોંચી હતી. જેમાં કોલકાતાની સામે પંજાબની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે આ સિઝનમાં પણ પંજાબ કિંગ્સની ટીમનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. તેનું કારણ એ પણ કહી શકાય કે ટીમનો કેપ્ટન શિખર ધવન મધ્યમાં ઈજાગ્રસ્ત થયો હતો. આના કારણે ટીમને પણ નુકસાન થયું છે.