November 24, 2024

CSKની હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર!

IPL 2024: ગઈ કાલની મેચમાં CSKની હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. આ મેચ બાદ 31 માર્ચના ડબલ-હેડર મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો. જેમાં ગુજરાતની ટીમની જીત થઈ હતી. ત્યાર બાદ સાંજની મેચ દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હતી. જેમાં દિલ્હી કેપિટલ્સની જીત થઈ હતી. આ બંને મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે.

પોઈન્ટ ટેબલમાં ફેરફાર
અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતી. પરંતુ ગઈ કાલની મેચમાં હાર બાદ CSKની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ગઈ કાલની મેચમાં CSKની હારનો સૌથી વધારો કોઈને થયો હોય તો તે છે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને. કારણ કે ગઈ કાલની મેચમાં CSKની હાર થતા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: ધોનીએ બનાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો તમામ માહિતી

પ્રથમ હાર મળી
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી તમામ મેચમાં જીત પ્રાપ્ત કરી હતી. પરંતુ ગઈ કાલની મેચમાં પ્રથમ વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અત્યાર સુધીમાં CSK 3 મેચ રમી ચૂકી છે. જેમાંથી એકમાં હાર અને બાકી 2માં જીત મળી છે. દિલ્હીની જીતને કારણે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 1-1 સ્થાન ગુમાવ્યું છે. તે જ સમયે, મુંબઈ ઇન્ડિયન્સ હજી પણ સિઝનની તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહ્યું છે. અત્યાર સુધીમાં મુંબઈ સિવાય તમામ ટીમોએ પોતાની જીતનું ખાતું ખોલાવી દીધું છે.