September 19, 2024

IPL 2023એ BCCIને 5000 કરોડથી વધુની કરાવી કમાણી

BCCI Extra 5000 Crore Income From IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ ભારતીય ક્રિકેટ માટે એક મોટું વરદાન કહી શકાય. IPL એ જ ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI ને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બનવામાં મદદ કરી છે. વર્ષ 1983માં વિશ્વ કપ વિજેતા ટીમને આપવા માટે BCCI પાસે પૈસા પણ નહોતા અને અત્યારે જૂઓ BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. આ વચ્ચે એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. BCCIએ IPL 2023થી 5000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ધોની મિત્રો સાથે ઢાબા પર પહોંચ્યો, ફોટો થયો વાયરલ

વાર્ષિક અહેવાલમાં આપવામાં આવી માહિતી
BCCIના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, IPL 2023 થી કુલ આવક વાર્ષિક ધોરણે 78% વધીને રૂપિયા 11,769 કરોડ થઈ છે. તેનો ખર્ચ વધીને 66% વધીને રૂપિયા 6,648 કરોડ થયો છે. વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બોર્ડની મીડિયા અધિકારોની આવક IPL 2022 થી 3,780 કરોડ રૂપિયાની સરખામણીમાં IPL 2023 થી 131% વધીને 8,744 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી
IPLની શરૂઆત 2008માં કરવામાં આવી હતી. IPL પહેલા BCCI પાસે વધારે પૈસા નહોતા, પરંતુ IPL પછી BCCIએ પૈસાની બાબતમાં તમામ ક્રિકેટ બોર્ડને માત આપી હતી. આઈપીએલને જોતા હવે દુનિયાભરના દેશોમાં ઘણી અલગ-અલગ લીગ શરૂ કરી દેવામાં આવી છે.