July 2, 2024

iPhone 17માં આવી શકે છે આ શાનદાર ડિસ્પ્લે!

અમદાવાદ: એપલના તમામ ગેજેટને લઈને હમેંશા ચર્ચા રહે છે. iPhone 16ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે હવે iPhone 17ની ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે iPhone 17 અને iPhone 17 Plusમાં પ્રો મોડલ iPhoneની જેમ 120Hz પ્રો-મોશન ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

શાનદાર ડિસ્પ્લે હશે
iPhone 17માં ઈલેકે પોતાના એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે કે iPhone 17 અને iPhone 17 Plusમાં પણ પ્રો-મોશન ડિસ્પ્લે આપી શકે છે. જો ખરેખર આવું થશે તો Appleના Pro iPhone સિવાય આ પહેલો iPhone હશે જેમાં આવી સ્ક્રીન આપવામાં આવશે. iPhone 17 અને iPhone 17 Plus સપ્ટેમ્બર 2025માં માર્કેટમાં આવી શકે છે.

ખાસ વિશેષતા શું
તમને સવાલ થતો હશે LTPO ડિસ્પ્લે એટલે શું? તમને જણાવી દઈએ કે તે ડાયનેમિક રિફ્રેશ રેટ સાથેનું ડિસ્પ્લે પેનલ છે, જેના કારણે સ્ક્રીન ડિસ્પ્લે આપમેળે 1Hz થી 120Hz સુધી પહોંચી જતી હોય છે. Apple આ ડિસ્પ્લે પેનલ માટે BOE નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જો iPhone 17માં આ ડિસ્પ્લે નાંખવામાં આવશે તો આવું કરનાર iPhoneનું પહેલું મોડલ બનશે.

વિવિધ દાવાઓ
આ વર્ષે Apple નવી iPhone સિરીઝ iPhone 16 લૉન્ચ કરવામાં આવશે. ફોન પ્રેમી લોકોને સિરીઝ iPhone 15 કરતા વધારે રસ iPhone 16માં જોવા મળી રહ્યો છે. Apple iPhone 16 Proના કેમેરામાં મોટા ફેરફારો થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે iPhone 16ની સિરીઝમાં મોટા ફેરફાર કરવામાં આવશે જે iPhoneની કોઈ સિરીઝમાં જોવા મળ્યા નથી.