September 19, 2024

iPhone 16 લોન્ચ ડેટ જાહેર, Apple રજૂ કરશે 4 નવા મોડલ

Apple iPhone 16: વિશ્વની અગ્રણી ટેક કંપની Apple એ સત્તાવાર રીતે iPhone 16 સિરીઝ લોન્ચ કરવાની તારીખની જાહેરાત કરી છે. Appleની આ ખાસ ઇવેન્ટ 9 સપ્ટેમ્બરના રોજ આયોજિત કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની iPhone 16 સિરીઝના ચાર નવા મોડલ- iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 લૉન્ચ કરશે.

નવું કેપ્ચર બટન
એક માહિતી પ્રમાણે Apple iPhone 16 સિરીઝમાં કેમેરા એપમાંથી તરત જ ફોટો શૂટ કરવા અથવા વીડિયો રેકોર્ડ કરવા માટે એક નવું કેપ્ચર બટન સામેલ થવાની સંભાવના છે. જે એક ફિઝિકલ કેપેસિટીવ બટન હશે અને એક્શન માટે ફોર્સ સેન્સિટિવ હાફ-પ્રેસ ફીચર હશે. હવે મોટા ભાગના લોકોને સવાલ થતો હશે કે iPhone 16માં શું ખાસ ફિચર હશે. આવો જાણીએ.

iPhone 16માં શું હશે ખાસ?

  • માહિતી પ્રમાણે iPhone 16માં મહત્વપૂર્ણ હાર્ડવેર અપડેટ જોવા મળશે. iPhoneના ચિપસેટને Apple Intelligence ને સપોર્ટ કરવા માટે અપગ્રેડ કરી શકાય છે.
  • iPhone 16 માં કેમેરાની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ સાથે iPhone 16 માં સ્ક્રીનનું કદ થોડું મોટું આપવામાં આવી શકે છે.
  • iOS 18 સાથે યુઝર પ્રાઈવસી, સ્લો ચાર્જિંગ, પાસવર્ડ ભૂલી જવા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે નવા અપડેટ્સ સામેલ કરવામાં આવશે.
  • iPhone 16 Pro માં 3,577 mAh ની પાવરફુલ બેટરી અને iPhone 16 Pro Maxમાં 4,441 mAh બેટરી મળી શકે છે.

આ પણ વાંચો: શું ભારતમાં ટેલિગ્રામ પર લાગી શકે છે પ્રતિબંધ ?

Apple iPhone 16 ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે રાત્રે 10.30 વાગ્યે કંપનીની વેબસાઇટની સાથે ટીવી એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો. તમે YouTube ચેનલ પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.