December 29, 2024

કૌભાંડી ભૂપેન્દ્રના ખુલાસા… રોકાણકારના પૈસા જમીન અને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં રોક્યા

Bhupendra Singh ZALA: BZ કૌભાંડ મામલે ભુપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ભુપેન્દ્રસિંહે રાજસ્થાનથી અલગ-અલગ 3 સીમ કાર્ડ ખરીદ્યા હતા. તેમજ વોટ્સએપના માધ્યમથી પરિવાર અને અન્ય એજન્ટના સંપર્કમાં હતો. આ સિવાય જેના ફાર્મમાંથી ધરપકડ કરાઈ તેની સાથે ભૂપેન્દ્રસિંહ વર્ષ 2018થી સંપર્કમાં હતો. ભૂપેન્દ્ર તેની પોલીસ મહિલા મિત્ર દ્વારા ફાર્મના માલિક કિરણના પરિચયમાં આવ્યો હતો.

આ સિવાય કૌભાંડી ભુપેન્દ્રસિંહે પૂછપરછમાં ખુલાસા કરતા જણાવ્યું છે કે, રોકાણકારોના પૈસા જમીન અને કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં રોક્યા હતા. તેમજ ગાંધીનગર-હિંમતનગરમાં જમીન ખરીદી મોડાસામાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવ્યું છે. જ્યારે ભૂપેન્દ્રસિંહે સ્વીકાર્યું છે કે, મારા 3500 જેટલા રોકાણ કારો છે, અનેક એજન્ટો બનાવ્યા છે. આશરે 450 કરોડથી વધુના પૈસા રોકાણકારોના હોય શકે છે. ઉલ્લેખનીય છે કે, મેહસાણાના દેવડા ગામના એક ફાર્મમાં ભૂપેન્દ્ર છુપાયો હતો તે કિરણસિંહ ચૌહાણનું હતું. છેલ્લા 15 દિવસથી ભૂપેન્દ્રસિંહ ત્યાં ફાર્મમાં છુપાયો હતો. હાલ આરોપી ભૂપેન્દ્રસિંહ ની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભુપેન્દ્રસિંહ પકડાતા હવે એજન્ટો બન્યા ભયભીત, એજન્ટો અને રોકાણકારોનું વોટ્સએપ ગ્રુપ આવ્યું સામે