September 23, 2024

ત્રણ લેફ્ટીઝના નામે સૌથી વધુ રનનો રોકોર્ડ, એક ખેલાડીએ તો કપ જીતાડ્યો!

International Lefthanders Day 2024: દુનિયામાં લેફ્ટ અને રાઈટની વાત થાય ત્યારે એક વિચારધારા અસર કરતી હોય છે. અમેરિકા અને બ્રિટનમાં મોટાભાગના લોકો લેફ્ટી જોવા મળશે. જેઓ ખાવા-પીવામાં અને કોઈ ગેમ રમવામાં ડાબા હાથનો ઉપયોગ કરતા હોય છે. આપણા દેશમાં લેફ્ટી શબ્દ ક્રિકેટમાં અલગ રીતે ઉચ્ચારવામાં આવે છે. પણ એનો અર્થ એ નથી કે, વિચારધારા લેફ્ટીઝ જેવી હોય. આવો ઈન્ટરનેશનલ લેફ્ટ ડે નિમિતે કેટલાક એવા ખેલાડીઓની સિદ્ધિ પર વિહંગાવલોકન કરીએ જેણે પોતાના દમ પર ડંકો વગાડી દીધો.

ભારત માટે હમેંશા ગૌરવ અપાવ્યું
ભારત માટે, સ્ટાર્સ સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ અને શિખર ધવન ડાબા હાથે બેટિંગ કરતા હતા. આ ત્રણેય ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે ઘણી જોરદાર ઈનિંગ્સ રમી હતી અને તેમને જીત તરફ લઈ ગયા હતા. ઈન્ટરનેશનલ લેફ્ટહેન્ડર્સ ડે દર વર્ષે 13 ઓગસ્ટે વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ તે લોકોના સન્માનમાં ઉજવવામાં આવે છે જેમણે તેમના ડાબા હાથથી ઉત્તમ કાર્ય કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે, . આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે વિશ્વમાં સૌ પ્રથમ 1976 થી ઉજવવામાં આવી રહ્યો છે. આજના અમારા આ ખાસ અહેવાલમાં તમને જણાવીશું કે ભારતના લેફ્ટ હેન્ડર બેટ્સમેન ખેલાડી વિશે. જેણે ભારત માટે હમેંશા ગૌરવ અપાવ્યું છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટ કેસ પછી, શું UWW વજન માપવાના નિયમોમાં ફેરફાર કરશે?

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ તેની વિસ્ફોટક બેટિંગ અને કિલર બોલિંગ માટે જાણીતો છે. તેણે એકલા હાથે ભારતને ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યું હતું તે કહેવું પણ ખોટું નથી. તમને જણાવી દઈએ કે તે તે ODI વર્લ્ડ કપ 2011માં ટીમ ઈન્ડિયા માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ બન્યો હતો. તેની સિક્સ મારવાની જે સ્ટાઈલ છે તેની ક્રિકેટની દુનિયામાં તેની કોઈ સ્પર્ધા કરી શકે તેમ ના હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે 399 ઈન્ટરનેશનલ મેચમાં 11686 રન બનાવ્યા છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 17 સદી ફટકારી છે.

શિખર ધવન

શિખર ધવને વર્ષ 2010માં ભારત તરફથી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યુ કર્યા પછી તે ઘણી વખત ટીમ ઈન્ડિયામાં એન્ટર તો ઘણી વખત બહાર થતો જોવા મળ્યો હતો. ધોનીની કપ્તાનીમાં તેને વર્ષ 2013માં ઓપનિંગની જવાબદારી આપવામાં આવી હતી. આ સમયે તે ટીમ ભારત માટે સૌથી મોટો હિરો સાબિત થયો હતો. તેણે તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં બે સદી સહિત કુલ 363 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા જોવા મળી હતી. વન ભારત માટે સૌથી વધુ રન બનાવનાર લેફ્ટ હેન્ડર બેટ્સમેન છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10867 રન બનાવ્યા છે જેમાં 24 સદી સામેલ છે.

આ પણ વાંચો: નિરજ ચોપડા ભારત કેમ પરત ફર્યો નથી?

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ જ ભારત વિદેશમાં જીતવાનું શીખ્યું છે તેવું કહીએ તો પણ ખોટું નથી. તેની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાને યુવરાજ સિંહ, ઝહીર ખાન અને હરભજન સિંહ જેવા મહાન ખેલાડીઓ મળ્યા છે. ટીમ ઈન્ડિયા માટે 300 થી વધુ ODI મેચ રમનારા કેટલાક ખેલાડીઓમાં તેનો સમાવેશ થાય છે. તેણે ટીમ ઈન્ડિયા માટે આવી ઘણી ઈનિંગ્સ રમી છે, જે વર્ષો સુધી યાદ રહેશે. કોલકાતાના પ્રિન્સ તરીકે પ્રખ્યાત ગાંગુલી ભારત માટે સૌથી વધુ રન બનાવનાર લેફ્ટ હેન્ડર બેટ્સમેન છે. તેણે ભારત માટે 421 આંતરરાષ્ટ્રીય મેચોમાં 18433 રન બનાવ્યા છે જેમાં 38 સદી સામેલ છે.