September 20, 2024

Instagramમાં આવી ગયું પાવરફુલ ફીચર, હવે રિલમાં મળશે આ વિકલ્પ

Instagram: વિશ્વભરમાં લોકપ્રિય ફોટો અને વિડિયો શેરિંગ માટે જાણીતી એપ એટલે Instagram.લાખો લોકો Instagramનો વપરાશ કરે છે. Instagram એ તેના વપરાશકર્તાઓ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. નિર્માતાઓ એક રીલમાં ફક્ત એક જ ગીત ઉમેરી શકતા હતા હવે કંપનીએ એક રીલમાં 20 ગીતો ઉમેરવાનો વિકલ્પ આપ્યો છે.

નવા ફીચર્સનો ઉમેરો
ટિક-ટોકની વિદાય પછી, ભારતમાં ટૂંકા વિડિયો બનાવવા માટે Instagramને ખુબ પ્રગતિ મળી છે. આ એપને યુવાનોની સાથે વડીલો પણ Instagramને પસંદ કરી રહ્યા હતા. યુઝર્સની સુવિધા માટે કંપની સમયાંતરે નવા ફીચર્સનો ઉમેરો કરતી રહે છે. ફરી એક વાર કંપનીએ વધુ એક ફીચર એડ કર્યું છે. હવે તમને વીડિયો અને ફોટો શેરિંગ એપમાં એક નવો અનુભવ મળશે.

આ પણ વાંચો: OPEN AIના સહ સ્થાપકે શરૂ કરી પોતાની કંપની, CHAT GPT સામે જોખમ ખરૂ?

ઇન્સ્ટાગ્રામમાં પાવરફુલ ફીચર
અત્યાર સુધી રીલ બનાવતી વખતે એક જ ગીત ઉમેરી શકતા હતા. પરંતુ હવે આવું થશે નહીં. ઑડિયો ટ્રેક્સ સુવિધાની રજૂઆત પછી, સર્જકો એક રીલમાં 20 ઑડિયો ગીતો ઉમેરી શકશે. આ માટે ક્રિએટર્સે Add to Mix ના વિકલ્પ પર જવું પડશે. આ ઓપ્શન પર જઈને યુઝર્સને 20 ઓડિયો સોંગ એડ કરવાનો ઓપ્શન મળશે. યુઝર્સને માત્ર ઓડિયો એડ કરવાનો જ નહીં પરંતુ ઓડિયોને ટ્રિમ કરવાનો પણ વિકલ્પ મળશે.