નકલી EDના સરતાજ અબ્દુલ સત્તાર મામલે ખુલાસો, ભુજ સર્કિટ હાઉસમાં આપના નેતાઓએ કરી હતી મુલાકાત
Ahmedabad: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નકલી ઇડી ટીમને લઇને સમાચારો સામે આવી રહ્યાં છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે, હવે આ પકડાયેલા નકલી ઇડી અધિકારી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યુ હતું. પરંતુ હાલ અબ્દુલ સત્તારની પૂછપરછમાં માહિતી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર 8 અને 9 જુલાઈ 2024ના રોજ આપના નેતાઓએ મુલાકાત કરી હતી. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયાએ ભુજ સર્કિટ હાઉસમાં અબ્દુલ સત્તારે મુલાકાત કરી હતી. ભુજ સર્કિટ હાઉસના એન્ટ્રીના દસ્તાવેજો પોલીસે વેરીફાય કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલા રાધિકા જવેલર્સ તથા તેના મકાને નકલી EDના અધિકારી બની ખોટી રેઈડ દર્શાવી ચોરી કરી ગુનો કરવાના આરોપમાં 12 લોકોની ટોળકી ઝડપાઈ હતી. જેમાં 2 ડિસેમ્બરના રોજ EDના નકલી અધિકારી બનીને રાધિકા જ્વેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ રેડ દર્શાવી અને સોના ચાંદી તથા રોકડ રકમનો મુદામાલ ચેક કરી 25.25 લાખનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યાની ઘટના હતી.
આ પણ વાંચો: અમરેલીના ખેડૂતની અમદાવાદમાં થઈ ઠગાઈ, ધંધામાં રોકાણનું કહીને કરી કરોડોની છેતરપિંડી