July 2, 2024

મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે 5 લાખની લોન, જાણો તમામ માહિતી

Lakhpati Didi Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાન ભાષણોમાં અવારનવાર ‘લખપતિ દીદી યોજના’ની વાત કરતા હોય છે. આ યોજનાના લાભો તેને વધુ લોકપ્રિય બનાવે છે. આજ કારણે 1 ફેબ્રુઆરીના સંસદમાં પોતાના બજેટ ભાષણ સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે લખપતિ દીદી યોજનાનો ટાર્ગેટ બે કરોડની જગ્યાએ 3 કરોડ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત મહિલાઓને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આ લોન મહિલાઓને કોઈ પણ પ્રકારના વ્યાજ વગર આપવામાં આવે છે.

મહિલાઓને સશક્ત કરવાની યોજના
નરેન્દ્ર મોદી સરકારની લખપતિ દીદી યોજના એક સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ છે. સામાન્ય રીતે મહિલાઓ માટે એવી યોજનાઓ સરકાર લાવે છે. જેમાં મહિલાઓને સ્કિલની ટ્રેનિંગ આપી સ્વરોજગાર માટે યોગ્ય બનાવવામાં આવે છે. જેના કારણે મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધાર આવે. આ યોજના અંતર્ગત મહિલાઓને તમામ સેક્ટર્સમાં પ્રોફેશનલ ટ્રેનર્સ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે. જેમાં સ્વ-સહાય જુથો દ્વારા ચલાવવામાં આવે છે.

1-5 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજ નહીં
15 ઓગસ્ટ, 2023ના શરૂ થયેલી કેન્દ્ર સરકારની આ યોજનામાં સરકાર દાવો કરે છેકે આ યોજનાએ લગભગ 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં સફળતા મળી છે. આ યોજનાનું લક્ષ્ય 2 કરોડ સુધી પહોંચવાનું છે. આ યોજના એટલી લોકપ્રિય થઈ. જેના કારણે આ વર્ષના વચગાળાના બજેટમાં તેના માટેનું બજેટ વધારીને 3 લાખ કરવામાં આવ્યું છે. મહિલાઓને મજબુત બનાવવા માટેની આ પહેલમાં સ્કિલ ટ્રેનિંગની સાથે મહિલાઓને સરકાર તરફથી મોટી આર્થિક મદદ પણ આપવામાં આવે છે. આથી સરકાર લખપતિ દીદી યોજના અંતર્ગત 1થી 5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપે છે. આ લોન પર મહિલાએ એક પણ રૂપિયા વ્યાજ ચૂકવવાનું રહેતું નથી.

Lakhpati Didi Schemeમાં તમને વ્યવસાય શરૂ કરવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ધંધો શરૂ કરવાથી માંડીને બજાર સુધી પહોંચવા માટે મદદ પૂરી પાડવામાં આવે છે. લખપતિ દીદી યોજના હેઠળ વ્યવસાય શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. ઓછા ખર્ચે વીમા સુવિધા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. મહિલાઓને કમાણીની સાથે બચત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ રીતે સ્કીમ હેઠળ લોન મેળવો
18 થી 50 વર્ષની વયની કોઈપણ મહિલા સરકારની લખપતિ દીદી યોજનાનો લાભ મેળવી શકે છે. આ માટે મહિલાએ ભારત દેશની રહેવાસી હોવી જોઈએ. એ ઉપરાંત સ્વ-સહાય જૂથમાં જોડાવું ફરજિયાત છે. વ્યવસાય શરૂ કરવા માટે લોન મેળવવા માટે, તમારે તમારા પ્રાદેશિક સ્વ-સહાય જૂથ કાર્યાલયમાં જરૂરી દસ્તાવેજો અને વ્યવસાય યોજના સંબંધિત ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. એ બાદ એપ્લિકેશનની સમીક્ષા કરી અને લોનને મંજૂર કરવામાં આવે છે. જે બાદ લોન માટે તમારો સંપર્ક કરવામાં આવશે. અરજી કરવા માટે, આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકના પુરાવા, બેંક પાસબુક ઉપરાંત, અરજદારે માન્ય મોબાઇલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ આપવા પડશે.