November 24, 2024

મોંઘવારીનો માર! બરોડા ડેરીએ દૂધના ભાવમાં 2 રુપિયાનો વધારો કર્યો

વડોદરા: એક તરફ ગણતરીના કલાકોમાં ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે ત્યારે બીજી તરફ સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. ચૂંટણીના પરિણામ આવતા પહેલા જ અમૂલ ડેરી દ્વારા દૂધ સહિત અનેક પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે બરોડા ડેરી દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આજે અમૂલ ડેરી દ્વાર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. ત્યારે હવે બરોડા ડેરી દ્વારા પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બરોડા ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂ. 2નો ભાવ વધારો કર્યો છે. નવો ભાવ આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે.

આ પણ વાંચો: અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો લાગુ, જાણો કઈ પ્રોડક્ટનો કેટલો ભાવ

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમુલ ડેરી દ્વારા દરેક પ્રકાના દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનો અમલ આજથી થઈ ગયો છે. આજથી અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમુલ શક્તિના ભાવમાં વધારો થઈ ગયો છે. અમુલ ગોલ્ડનો ભાવ 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.